Abtak Media Google News

WWEના રેસલર જોન સીના અને તેની ગર્લફ્રેન્ડ નિકી બેલાનું બ્રેકઅપ થઈ ગયું છે. નિકી બેલાએ ખુદ આની જાહેરાત પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી છે. ગત વર્ષે એપ્રિલમાં જોન સીનાએ પોતાની ગર્લફ્રેન્ડ નિકી બેલાને રિંગમાં પ્રપોઝ કર્યું હતું. બંને ઘણા લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનમાં હતાં.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી મે મહિનામાં તેઓ લગ્ન કરવાનાં હતાં, પરંતુ લગ્ન પહેલાં જ બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. બંનેના અલગ થવા અંગે નિકીએ ટ્વિટ કર્યું, આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો. અમે બંને એકબીજા માટે પ્રેમ જાળવી રાખીશું અને એકબીજાનું હંમેશાં રિસ્પેક્ટ રાખીશું. અમે સાથે બહુ જ સારી પળો વિતાવી છે, જેનું હંમેશાં અમે માન જાળવીશું.જોન સીના અને નિકી બેલા છેલ્લાં છ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. ગત વર્ષે એપ્રિલમાં જોન સીનાએ નિકીને રિંગમાં પ્રપોઝ કર્યું હતું અને આગામી તા. ૫ મેએ બંને લગ્ન કરવાનાં હતાં. આ મામલે જોન સીના તરફથી ઇન્સ્ટાગ્રામ પર લખવામાં આવ્યું, Worst day ever. આ કપલ અંતિમ વાર તા. ૮ એપ્રિલે રેસલમેનિયામાં એકસાથે જોવા મળ્યું હતું.થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં જોન સીનાએ કહ્યું હતું, પાંચ વર્ષ એકબીજા સાથે રહ્યા બાદ એવું લાગે છે પ્રેમ કરવો આસાન નથી. જેવી મુશ્કેલીઓ બધાંની રિલેશનશિપમાં હોય છે એવી જ મુશ્કેલીઓ અમને પણ છે. ઘણી વાર હું દુ:ખી થઈ જાઉં છું, પરંતુ પછી લાગે છે કે હું એના (નિકી) વિના નહીં રહી શકું.ઉલ્લેખનીય છે કે જોન સીનાએ રેસલમેનિયા-૩૩ દરમિયાન રિંગમાં જ પોતાની ગર્લફ્રેન્ડ નિકી બેલાને પ્રપોઝ કરીને બધાંને ચોંકાવી દીધા હતા.

ફાઇટ પૂરી થયા બાદ સીનાએ નિકીને રિંગ મધ્યે ભીની આંખે પ્રપોઝ કર્યું અને ડાયમંડ રિંગ પહેરાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.