Abtak Media Google News

વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ ગાંધીનગર ખાતે તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી-૨૦૧૯ દરમિયાન યોજાનાર છે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેનાર એમ.એસ.એમ.ઇ. એકમોને માર્કેટ ડેવલપમેનટ આસિસ્ટન્ટ સ્કીમનો લાભ મળશે. સ્કીમનો લાભ લેવા માટે એકમોએ ઔદ્યોગિક એસોસિએશન/ચેમ્બર ઓફ કોમર્સ/ફેડરેશન મારફત અરજી કરી શકશે. એક એસોસિએશન/ચેમ્બર ઓફ કોમર્સ/ફેડરેશન તરફી ઓછામાં ઓછા પાંચ એકમોએ ભાગ લીધેલ હોવો જરૂરી છે. માર્કેટ ડેવલપમેન્ટ આસિસટન્ટ સ્કીમનો લાભ લઇને પ્રદર્શનમાં ભાગ લેનાર  એમ.એસ.એમ.ઇ. એકમોને સ્ટોલ (ડોમ નં. ૧૪) ભાડું રૂા. ૨૫૦૦  જીએસટી સહિત સ્કવેર મીટર દીઠ રહેશે.

આ સમિટમાં જે વ્યકિતઓ સ્વતંત્ર રીતે ભાગ લેવા ઇચ્છતી હોય તે વ્યકિતઓએ  વાયબ્રન્ટ ગુજરાત વેબ સાઇટમાં ઇન્ડીવીઝયુલ રજિસ્ટ્રેશન લીંક http://registration.vibrantgujarat.com/individualregistration પર કરવાનું રહેશે. અને રજિસ્ટ્રેશન વિના મૂલ્યે છે. તેમ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ડી. એસ. પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.