Abtak Media Google News

વાસ્મો અંતર્ગત કામોનાં ચુકવાયેલા બીલ બાદ લાંચ માંગી’તી: રૂ ૫૦ હજારની રોકડ રકમ લેવી વખતે રંગે હાથે પકડયા

કલ્યાણપુર તાલુકાના જોધપુર ગામે સરકારી યોજનાના બીલની મંજુરી અર્થે મહિલા ઉપસરપંચ તેના પતિ તથા મહીલા સરપંચના સંબંધી એવા પાણી સમીતીના ચેરમેનને એસીબી વિભાગે લાંચ લેતા ઝડપી લીધા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ દેવભૂમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના જોધપુર ગામે ગયા વર્ષે વાસ્મો યોજના અંતર્ગત એક કોન્ટ્રાકટર દ્વારા ગામમાં પાણીનો સમ્પ બનાવવાનું તથા પાણીની પાઇપલાઇન બીછાવવાનું કામ કરવામાં આવ્યું હતું.દરમિયાન ૨૦૧૭માં થયેલા કામનું રૂ ૮,૫૩,૧૭૫ નું બીલ જોધપુર ગામ પાણી સમીતી મારફતે મુકવામાં આવ્યું હતું. આ કોન્ટ્રાકટર પાસેથી જોધપુર ગ્રામ પંચાયતનાં મહિલા ઉપસરપંચ ઝીણીબેન ધનજીભાઇ નકુમ, તેમના પતિ ધનજી દ્વારા રૂ ૪૦ હજાર તથા ઉપસરપંચના સસરા અને પાણી સમિતીના અઘ્યક્ષ રણછોડભાઇ વલ્લભભાઇ સોનગરાએ રૂ ૩૦ હજારની રકમની લાંચ માંગી હતી. આ સમગ્ર મામલાની એસીબીને જાણ થતાં છટકુ ગોઠવવામાં આવ્યું હતુ જેમાં મહીલા ઉપસરપંચ અને તેના પતિ તેમજ પાણી સમીતીના અઘ્યક્ષને રંગે હાથ લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.