બેન્કમાં નોકરીવાંચ્છુકો આનંદો… એક વર્ષમાં ૧૫ હજાર બ્રાંચો તમારી રાહ જોઇ રહી છે!

મોદી સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કીંગ સેવાઓ પુરી પાડવા તમામ બેન્કોને નવી ૧૫ હજાર જેટલી બ્રાન્ચો ખોલવા આદેશ કર્યોે

ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અમલી બનાવવા મોદી સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

કેન્દ્રની મોદી સરકારે પોતાનો ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન એજન્ડા પૂરો કરવા માટે  જાહેર અને ખાનગી ક્ષેત્રની બેન્કોને નવી ૧૫૦૦૦ બ્રાન્ચો શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશને પગલે જાહેર ક્ષેત્રની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, તથા ખાનગી ક્ષેત્રની  એચડીએફસી  ઈંઈઈંઈઈં બેન્ક સહિતની અન્ય બેન્કોએ આગામી વર્ષે  ૧૫૦૦૦ જેટલી નવી બેન્ક બ્રાન્ચો શરૂ કરવી પડશે. સરકારનું માનવુ છે કે બેન્ક બ્રાન્ચો એવા સ્થાને પર સ્થાપવામાં જ્યાં હજી સુધી બેન્કિંગ સુવિધાઓ પહોંચીઓ નથી. નાણાં મંત્રાલયનું કહેવું છે કે, ગ્રામિણ વિસ્તારોમાં ૧૫ કિલોમીટરના દાયરામાં એક બેન્ક બ્રાન્ચ હોવી જોઇએ. એક રિપોર્ટ મુજબ નાણાંમંત્રાલયે આની વિશેષ જવાબદારી સોંપી છે આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ નવી શાખાઓ એવી જગ્યાએ ખોલવી જોઇએ જે નાણાં મંત્રાલયે પસંદ કરી છે. સૌથી મોટી સરકારી બેન્ક જઇઈંએ લગભગ ૧૫૦૦ નવી બ્રાન્ચ સ્થાપવાની છે જ્યારે ખાનગી બેન્કોને ૬૦૦થી ૭૦૦ બ્રાન્ચ સ્થાપવા નિર્દેશ કરાયો છે. માર્ચ ૨૦૧૯ સુધી ભારતમાં વિવિધ બેન્કોની ૧,૨૦,૦૦૦થી વધારે બ્રાન્ચો અને ૨ લાખથી વધારે એટીએમ હતા, જેમાંથી માત્ર ૩૫,૬૪૯ બ્રાન્ચો ગ્રામિણ વિસ્તારમાં આવેલી છે. ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન અંગે છઇઈંના આંકડાઓથી જાણવા મળ્યું છે કે માર્ચ ૨૦૧૯ના અંતે ગ્રામિણ વિસ્તારોમાં રિજનલ બેન્કોના આઉટલેટ ૫૨,૦૦૦થી વધારે થઇ ગયા છે, વર્ષ ૨૦૧૮માં માત્ર ૩ ટકાની વૃદ્ધિ થઇ છે.

આરબીઆઇના ડેટાઓ મુજબ માર્ચ ૨૦૧૯ના અંતે પ્રાદેશિક બેંકોએ ગ્રામ્ય વિસ્તારોમાં ૫૨ હજાર જેટલી બ્રાંચો ખોલી હતી જે વર્ષ ૨૦૧૮ની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખુલેલી નવી બેન્ક બ્રાંચોના ૩ ટકા જેટલા વધારા જેટલી છે. શહેરી વિસ્તારોમાં બેન્કોની બ્રાંચોમાં વધુ નફો મળતો હોય બેંકો શહેરી વિસ્તારોમાં વધારે બ્રાંચો ખોલે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઓછો નફો થતો હોય મોટાભાગની બેંકો ગ્રામ્ય વિસ્તારોમાં બ્રાંચો ખોલવામાં ઉદાસીનતા સેવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં બ્રાંચો ન હોવાના કારણે નોટબંધી સમયે નોટ બદલાવવા સમયે સૌથી વધુ સમસ્યા ગ્રામ્યજનોને પડવા પામી હતી. દેશના મોટાભાગના નાગરીકો ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા હોય મોદી સરકારના ડીજીટલ ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા બેંકોની બ્રાંચો ગ્રામ્ય વિસ્તારોમાં હોવી જરૂરી છે. જેથી મોદી સરકારે આ વર્ષમાં ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫ હજારનવી બ્રાંચો ખોલીને આ વિસ્તારોમાં બેંકીંગ વ્યવહાર વધારીને ડીજીટલ પેમેન્ટ તરફ વાળીને ડીજીટલ ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા કમર કસી છે.

Loading...