Abtak Media Google News

પાક.નો છેલ્લો સહારો ચીને પણ હાથ ઉંચા કર્યા

જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકે દ્વિપક્ષીય ધોરણે જ ઉકેલવો જોઈએ

ભારત-પાકિસ્તાન વચ્ચે જે શાબ્દિક મુદ્દો ચાલી રહ્યો છે તેમાં જમ્મુ-કાશ્મીરનાં મુદ્દે ભારતને ભીડવા પાકિસ્તાન વિશ્ર્વનાં અનેક દેશો પાસે મદદની ગુહાર લગાવી હતી જેમાં પાક.ને સૌથી વધુ ભરોસો ચીન ઉપર જે હતો તેનાં ઉપર પણ પાણી ઢોર થઈ ગયું છે. કારણકે હવે ચીને પણ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય બેઠક યોજી ઉકેલવા માટે ભલામણ કરી. પાકિસ્તાને ફટકો લાગવાનું મુખ્ય કારણ એ છે કે, યુનોમાં પણ ચીને પાકિસ્તાનનો સાથ આપ્યો હતો અને તેનાં તરફેણમાં વાતો કરી હતી. હાલ પાકિસ્તાન અસ્પૃશયતાનો પર્યાય બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. મુસ્લિમ દેશો જેવા કે સાઉદી અરેબીયાએ પણ પ્લેનમાંથી ઉતારી કાઢયા હતા તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે, મોદી કુટનીતિમાં ફરી વિજય બન્યા છે. અમેરિકા ભારત સાથે એક તરફ ટ્રેડ ડીલ કરી રહ્યું છે તો બીજી તરફ ચીનનો માલ-સામાન અમેરિકામાં ન વાપરવાની જે તાકીદ કરવામાં આવી છે તે જોતાં હવે ચાઈના માટે ભારત એકમાત્ર એવી બજાર છે જયાં તે તેનો વેપાર કરી શકે.

આ તમામ મુદાઓને ધ્યાનમાં રાખી ચાઈના ભારત સાથે કોઈપણ પ્રકારે વ્યાપારીક સંબંધ તોડી ના શકે પરીણામ સ્વ‚પે ચાઈનાએ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય રીતે ઉકેલ લાવવા ભલામણ કરી છે. જમ્મુ-કાશ્મીર પર પ્રભુત્વનાં મૃગજળ પાછળ પડી રહેલા દોડીને હાંફી ગયેલા પાકિસ્તાન અને ખાસ કરીને વડાપ્રધાન ઈમરાન ખાનને ચીને કાશ્મીર મુદ્દે મોટો ઝટકો આપીને જણાવી દીધું છે કે, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાનને દ્વિપક્ષીય ધોરણે ઉકેલવો જોઈએ. પાક. વડાપ્રધાન ઈમરાનખાને મંગળવારે લીધેલી ચીનની મુલાકાત વેળાએ ચીને કાશ્મીર મુદ્દે પોતાના મંતવ્યો અને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ઈસ્લામાબાદ અને નવી દિલ્હીએ આ મુદ્દો દ્વિપક્ષીય વાટાઘાટોથી ઉકેલવો જોઈએ. મંગળવારે ચીનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવકતા જેનસ્વાંગ, જયાંગ સ્વાંગે જણાવ્યું હતું કે, અમે ભારત અને પાકિસ્તાન બંનેને કાશ્મીર સહિતનાં તમામ મુદાઓનાં ઉકેલ માટે દ્વિપક્ષીય વાટાઘાટોનો તખ્તો તૈયાર કરવાનું કહ્યું છે. આ એક માત્ર એવો રસ્તો છે કે, બંને દેશો વિશ્ર્વની અપેક્ષા મુજબ સમસ્યાઓનાં ઉકેલ લાવી શકશે.

ચીનનાં પ્રમુખ જીનપીંગ સંભવિત રીતે ૧૧ થી ૧૩ ઓકટોબર દરમિયાન ભારતની મુલાકાતે આવવાનાં છે. દરમિયાન ચીન સરકાર દ્વારા કરવામાં આવેલ આ નિવેદન મહત્વનું બની રહ્યું છે. જયારે પાકિસ્તાનનાં વિદેશમંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ ચીનનો પ્રવાસ કરી કલમ ૩૭૦ અને ૩૫-એ મુદ્દે ચીનને પાકિસ્તાનનાં સમર્થનમાં લેવાનાં અંતિમ પ્રયાસો કર્યા હતા. કુરેશીનાં ચીનનાં સહયોગી વેંગ હીએ જણાવ્યું હતું કે, કાશ્મીરનો મુદ્દો સંપૂર્ણપણે વાટાઘાટો અને શાંતિપૂર્વક રીતે યુએનનાં દ્વિપક્ષીય કરાર મુજબ ઉકેલવો જોઈએ. જોકે વાસ્તવમાં ચીને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા સમિતિની બેઠકમાં કાશ્મીર મુદ્દે પોતાનું વલણ તટસ્થ રાખ્યો હતું અને બેઠક કોઈપણ પરિણામ વગર થઈ હતી. ચીન આમ તો રાજદ્વારી રીતે પાકિસ્તાન તરફે જોક ધરાવતું રાષ્ટ્ર માનવામાં આવે છે તેમાં બે મત નથી પરંતુ પાકિસ્તાન મુદ્દે તેણે આશ્ર્ચર્યજનક રીતે પાકિસ્તાનને ઝટકો આપી કાશ્મીર મુદ્દે દ્વિપક્ષીય ચર્ચાનો આગ્રહ રાખ્યો હતો. ચીને ૫ ઓગસ્ટનાં પોતાનાં નિવેદનોનાં પુન: ઉચ્ચાર કરીને જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનને આ મુદ્દે દ્વિપક્ષીય ચર્ચા કરવી જોઈએ.

ઈમરાન ખાન અને પાકિસ્તાન સેનાનાં અધ્યક્ષ જનરલ કમર બાઝવાએ બેજીંગ જઈને જી અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ચીને પાકિસ્તાનની આ પૈરવી વચ્ચે પણ ભારતે કાશ્મીર મુદ્દે કોઈ ત્રાહિત પક્ષકારની મધ્યસ્થી અસ્વિકાર્ય રાખવાના વલણને પરોક્ષ રીતે ટેકો આપીને ચીને સૌપ્રથમવાર ભારતની લાગણીને સન્માન આપી પાકિસ્તાનનાં અન્ય પક્ષકારને આ મુદ્દે સામેલ કરવાની વાતનો છેદ ઉડાડી દીધો હતો. પાકિસ્તાન તરફ ચીન કુણું વલણ રાખતું હોવાની શકયતા વચ્ચે ચીન કાશ્મીર મુદ્દે ભારત સામે સખત બનવાની સંભાવના વચ્ચે ચીને કાશ્મીર મુદ્દે આશ્ર્ચર્યજનક રીતે ભારતને સમર્થન મળે તેવું વલણ અપનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.