‘જીંદગી એક સફર હે સુહાના, યર્હાં કલ કયા હો કિસને જાના’

સુમધુર ગીતોનાં મહાન ગાયક: કિશોર કુમાર

મહાન ગાયક કિશોરકુમારનો જન્મ દિવસ ૪ ઓગષ્ટ ૧૯૨૪માં મધ્ય પ્રદેશમાં ખાંડવા ગામે એક બંગાળી પરિવારમાં થયો હતો તેમનું સાચુ નામ આભાસકુમાર ગાંગુલી હતુ સુપ્રસિધ્ધ એકટર અશોકકુમારના ભાઈ હતા તેઓ અને બધા ભાઈ બહેનોમાં સૌથી નાના હતા.

આમ તો એમને આપણે એક ગાયક તરીકે જાણીએ છીએ પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે તે અભિનેતા, સંગીત નિર્દેશક, ગીતકાર, લેખક, દિગ્દર્શક, અને નિર્માતા પણ હતા પણ એમને ગાયકી વધુ પસંદ હતી.તેમના મોટાભાઈ અશોકકુમારની ઈચ્છા હતી કે કિશોરકૂમાર એમની જેમ અભિનેતા બને એટલે જ એમણે ૨૨ ફિલ્મોમાં અભિનય કર્યો અને વૈજયંતીમાલા, નૂતન, મધુબાલા જેવા અનેક અભિનેત્રીઓ સાથે કામ કર્યું પણ સૌથી વધુ જોડી અમેની કુમકુમ સાથે જામી તેઓ કે.એલ. સાયગલને પોતાના ગૂરૂ માનતા તાઓ કે.એલ. સાયગલથી ખૂબજ પ્રભાવિત હતા. પ્રારંભીક ફિલ્મોમાં એમની શૈલીનું તેમણે અનુકરણ કર્યું શરૂઆતમાં તેઓ ગાયક પ્રત્યેની પોતાની કારકીર્દી પ્રત્યે ગંભીર નહોતા બોમ્બે ટોકિઝમાં તેઓ કોરસ ગાયક તરીકે ગાવાની શરૂઆત કરેલી તેઓ કહેતા કે અભિનય તો ખોટો હોય કરવો પડે. પણ ગાયકી એવી વસ્તુ છે જે દિલને એક, આપણુ તન,મન ડોલી જાય

ધીરેધીરે તેમની બહુ આયામી પ્રતિભા સંવર્ધન પામતી ગઈ અને પછી તેમના કંઠનું અદભૂત, માધુર્ય, કંઠની વિસ્તૃત રેન્જ, કોઈપણ ભાવને ગાયકીમાં પ્રગટ કરવાનું સામર્થ્ય અને ગીતોનાં વૈવિધ્યને ગાવાની બહુમુખી પ્રતિભા હતી તેમનામાં તેમણે શાસ્ત્રીય સંગીત તરીકે ગાવા માટેની કોઈ તાલીમ લીધી નહોતી છતા પણ ઘણા બધા અર્ધશાસ્ત્રીય ગીતો એમણે ગાયા છે. લગભગ બધા મ્યુંઝીક ડાયરેકટર સાથે કામ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલ, એસ.ટી. બર્મન, આર.ડી.બર્મન, સલીલ ચૌધણી, ખૈયામ, કલ્યાણજી આનંદજી, નૌશાદ અને બપ્પી લહેરી જેવા નવા સંગીતકારો સાથે પણ ગાયું.

દેવાનંદ માટે એમનો અવાજ પરફેકટ ગણાતો. પણ આરાધના ફિલ્મમાં જયારે એમણે રાજેશ ખન્ના માટે ગાયું ત્યારે એ ગીતો એમનાં ખૂબ હિટ થયા અને તેમને આ ગીતો માટે પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો આ પછી એમણે પાછુ વાળીને જોયું નથી. ધર્મેન્દ્ર અને સંજીવકુમારથી માંડી ગોવિંદા અને ચંકીપાંડે સુધી બધા અભિનેતા માટે તેમણે ગીતો ગાયા. પણ સૌથી વધુ ૨૪૫ ગીતો ૯૨ ફિલ્મોમાં રાજેશ ખન્ના માટે ગાયા અને આ એમના માટે રેકોર્ડ છે.

‘દુ:ખી મન મેરે,’ અને ‘આ ચલ કે તેરે’, આવા અમુક ગીતો પોતે ગાયેલા પોતે લખેલા એમને ખૂબ ગમતાં પોતે કોમેડી એકટર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ કહેતા કે ‘જો હંસાતા હૈ, વો ભગવાન કે બાદ હોતા હૈ’, તેઓ જમવાના ખૂબજ શોખની હતો ને સાથે શરારતી પણ હતો. ગાતા ગાતા તેઓ પોતાનું આખું શરીર ડોલાવતા કહેવાય છેકે, શરૂઆતમાં ઘણા સંગીત નિર્દેશકો એ એમને પૈસા નહોતા આપ્યા. પણ પછી તો એ પહેલા પૈસા લઈ લેતા પછી જ ગીત ગાતા આ માટે ઘણા એને કંજુસ પણ કહેતા એમણે ચાર લગ્ન કરેલ. કમાદેવી ઘોષ સાથે પ્રથમ, જેનાથી અમીતકુમાર દીકરો છે. એ પણ સારા ગાયક છે. બીજા છે, એ યોગીતા બાલી સાથે, ત્રીજા લગ્ન બધુબાલા સાથે અને ચોથા લીના ચંદાવરકર સાથે લીનાજીથી એમને સુમિતકુમાર નામે પુત્ર છે. કહેવાય છે કે એ લગ્ન જીવનથી સંતુષ્ટ નહોતા.

ભારતીય કટોકયી ૧૯૫૫ થી ૧૯૭૭ દરમ્યાન સંજયગાંધીએ કિશોરજીને બોમ્બેમાં કોંગ્રેસની રેલીમાં ગાવાનું કહ્યું હતુ. પણ તેમણે ના પાડી હતી તેથી માહિતી અને પ્રસારણ પ્રધાન વિદ્યાચરણ શુકલાએ કિશોરકમારના ગીતોને કટોકટીના અંત સુધી ઓલઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર વગાડવા પર પ્રતિબંધ મૂકેલ.

કિશોર કુમારે ૮ ફિલ્મ ફેર એવોર્ડ જીતેલ. તેઓ સાવ સાદા ગીતથી માંડીને પપીટ્રેકથી માંડીને રોમેન્ટીક ગીતો, રજુજી, દર્દીલા, ગઝલ, કવ્વાલી, હાલરડું, ભજન કે વેસ્ટન સ્ટાઈલનું ગમેતે ગીત હોય સાંભળીને શ્રોતાઓ ભાવવિભોર થઈ જતા. અમુક તો એમની ખૂબ દુર્લભ રચનાઓ છે. જેમકે પડોશન ફિલ્મનું ‘એક ચતુર નાર’ આજનો ગાયક કોઈ ન ગાઈ શકે એમની શૈલી જ બધાથી અલગ હતી. તેઓએ અલગ અલગ ભાષામાં ઘણા ગીતો ગાયા છે. હિન્દી સિવાય બંગાળી, મરાઠી, આસામી, ગુજરાતી, કન્નડ, ભોજપુરી, મલયાલમ, ઉર્દુ, સહિત ઘણી ભાષાઓમાં લાજવાબ ગીતો ગાયા છે. બંગાળીમાં તો એમનાં ઘણા આલ્બમ પણ છે.

ચલતીકા નામ ગાડી ૧૯૫૯, તેના ઘરનાં નિર્માણમાં બનેલા ત્રણેય ભાઈઓ અને મધુબાલા મુખ્ય ભૂમિકામાં હતા. તેમાં કિશોરજીએ એક કારમિકેનીકનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મ બહુ હીટ રહી હતીને ઐતિહાસીક પણ કેમકે ત્રણેય ભાઈઓ એક સાથે હતા ને સાથે મધુબાલા પણ.

અમુક ગીતો એમનાં ખૂબ સરસ અને સાંભળવા ગમે તેવા છે જેમકે એક લડકી ભીગી ભાગીસી, હાલ કૈસા હૈ જનાબકા, છોડદો આંચલ, પાંચ રૂપૈયા બારા આના, અરે યાર તુમ ભી હો ગઝબ, સુનો જાના, સુનો જાના, યે દિલ ન હોતા બેચારા, મચલતી હુઈ…

તેમની ફિલ્મો ફલોપ ગઈ ત્યારે આવકવેરાની મુશ્કેલીમાં ઉતર્યા ત્યારે તેઓ સ્ટેજ શો હિટ પણ ઘણા ગયા.

૧૯૮૧માં પ્રથમ હાર્ટ એટેક બાદનાં ચાર કલાક બાદ બીજો એટેક તેમને આવેલ સપ્ટેમ્બર ૧૯૮૭નાં કિશોરકુમારે સંગીત નિર્દેશકો દ્વારા બનાવવામાં આવતા ગીતો અને ધુનથી નાખુશ થઈને નિવૃત થવાનું નકકી કર્યું હતુ બાકીની જીંદગી પોતાના જન્મ સ્થળ ખાંડવા પરત જઈને શાંતિથી વિતાવવાનું નકકી કર્યું હતુ તેઓ પોતાના ગામને ખૂબ પ્રેમ કરતા હતા ૧૩ ઓકટોબર ૧૯૮૭નાં રોજ તેમણે દેહ છોડયો. એમનાં પાર્થિક દેહને અંતિમ સંસ્કાર માટે ખાંડવા લઈ જવામાં આવ્યો હતો.

તેમની સ્મૃતિમાં મધ્યપ્રદેશ સરકારે ખાંડવાની હદમાં એક કમળ આકારમાં તેમની પ્રતિમા મૂકીને સ્મારક સ્થાપ્યું છે. તેમા મીની થિયેટર અને સમર્પિત સંગ્રહાલય પણ છે. દર વર્ષે તેમના જન્મદિને અને પૂણ્યતિથિએ એક કાર્યક્રમ યોજવામાં આવે છે. અને ચાહકો એમાં ભાગ લે છે. આ દિવસોમાં મીની થિયેટરમાં અમેની ફિલ્મો પણ બનાવે છે.

Loading...