Abtak Media Google News

ડ્રેસ ડિઝાઈનીંગના શોખને વ્યવસાયમાં ફેરવીને સૌરાષ્ટ્રમાં કોસ્ચ્યુમ ડિઝાઈનીંગ ક્ષેત્રે નામના કાઢનારા જીજ્ઞાબેન નંદાણીના બ્યુટીકનો થશે પ્રારંભ: ફેશન ડિઝાઈનર જીજ્ઞાબેન નંદાણી અબતકના આંગણે

ફેશન ડિઝાઈનીંગ ક્ષેત્રે ટૂંકા સમયગાળામાં આગવી નામના કાઢનારા જીજ્ઞાબેન નંદાણી દ્વારા અનેક નવી ડીઝાઈનના કોસ્ચ્યુમો બનાવવામાં આવ્યા છે. જેથી આ નવી ડિઝાઈનવેરોનો લાભ રંગીલા રાજકોટીયનોને મળી રહે તે માટે જીગાંસ બ્યુટીકનો પ્રારંભ કરવામાં આવનારો છે આ પ્રારંભનો પૂર્વ સંધ્યાએ જીજ્ઞાબેને બનાવેલા કોસ્ચ્યુમોનો સોલો મેગા ફેશન શો શહેરની ઈમ્પીરીયલ પેલેસ ખાતે યોજાનારો છે. જેમાં શહેરની ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી ચુકેલી અનેક મોડેલો રેમ્પ પર ઉતરનારી છે.

નાની વયથી પોતાના કપડાને પોતાની સુઝબુઝથી જાતે ડિઝાઈન કરનારા જીજ્ઞાબેનના ડ્રેસોની સગા-સંબંધી, મિત્ર વર્તુળમાં પ્રશંસા થવા લાગી હતી. જેથી બીજાઓની માંગ લઈને તેમના ડ્રેસોને પણ ડિઝાઈન કરવા લાગ્યા હતાં. ત્યારબાદ આ શોખને કોમર્શીયલ સ્વ‚પ આપવા માટે તેઓએ સુરતમાં ફેશન ડિઝાઈનીંગનો કોર્ષ કર્યો હતો. આ કોર્ષ કર્યા બાદ રાજકોટમાં કોસ્ચ્યુમ ડિઝાઈન કરવા લાગ્યા હતા. તેમના દ્વારા ડિઝાઈન થયેલા ડ્રેસવેરોનું કલેકશન જાહેરમાં મુકવા માટે બ્યુટીકનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.

શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ સોપાન કોમ્પ્લેકસમાં ગ્રાઉન્ડ ફલોટ પર બનેલા જીગાંસ બ્યુટીકનું ઉદ્ઘાટન આગામી તા.૨૪ને રવિવારે સવારે ૧૧ વાગ્યે મેયર બીનાબેન આચાર્ય, રંજનબેન નંદાણી, આર્કેડીયા શેર એન્ડ બ્રોકર્સના વાઈસ પ્રેસીડેન્ટ સુનિલભાઈ શાહ, સુરતના પી.એમ.આંગડીયાના જીજ્ઞેશભાઈ સોઢા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવનારું છે.

આ બ્યુટીકના ઓપનીંગની પૂર્વ સંધ્યાએ તા.૨૩ને શનિવારે સાંજે શહેરની ઈમ્પીરીયલ હોટલ ખાતે એક મેગા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીજ્ઞાબેને ડિઝાઈન કરેલા કોસ્ચ્યુમો પહેરીને મોડેલો રેમ્પ પર વોક કરનારી છે. જે માટે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મોડલો જીજ્ઞાબેને ડિઝાઈન કરેલા કોસ્ચ્યુમો પહેરીને રેમ્પ પર ઉતરનારી છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ સોલો ડિઝાઈન મેગા ફેશન શો હશે.

જીગાંસ બ્યુટીકનો મેગા ફેશન શો અનોખો અને રોમાંચક હશે: જીજ્ઞાબેન નંદાણી

‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ફેશન ડિઝાઈનર જીજ્ઞાબેન નંદાણીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં સૌપ્રથમવાર ફેશન શોનું આયોજન બાય જીગાસ બુટીક તરફથી થઈ રહ્યું છે. જીગાંસ બુટીક શોનું ઓપનીંગ ૨૫ ફેબ્રુઆરીએ થશે. આ કોન્સેટનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને લોકોને શું આપી શકાય ? લોકોને શું જ‚રી છે ? તેમની જ‚રીયાત કેવી પૂરી કરી શકે છે ? કે લોકોની કેવી માંગ છે ? અને તેમના કરતા પણ વધારે શું આપી શકે ? તેના માટે છે જે આ ફેશન શોના માધ્મયથી અમો પહોંચાડવા માંગીએ છીએ. જેમાં ૭૫ થી ૮૦ ડ્રેસીસનો કોન્સેપ્ટ છે જે માટે ગુજરાતી ફિલ્મની આ મોડલ હાયર કરેલી છે આ કોન્સેટમાં એક અલગ જ કલોથીંગ અને મ્યુઝીક સાથે આ શો હશે જે ખુબ જ રોમાંચીત રહેશે.

આ મેગા ફેશન શોમાં અવનવા ફેબીક ટાવેરા, સિલ્ક, સ્કુબા, રેપોન વગેરે પર તૈયાર કરેલી અવનવી ૭૫ થી ૮૦ ડિઝાઈનવેરો પહેરીને ગુજરાતી ફિલ્મ સ્ટારો રીયા ચૌહાણ, જીસા જામનગર, શ્રુતિ સહિતના રેમ્પવોક કરશે. શોનું કોસ્ચ્યુમ ઉપરાંત મ્યુઝીક પણ જીગાંસે બનાવેલું છે. અમારા બ્યુટીકમાં રેડી ટુ વેર કપડા નહીં મળે પરંતુ અમારી પાસે આવેલા ગ્રાહકોની ચોઈસમાં મારી ડિઝાઈન ઉમેરીને નવા જ લુકવાળા ડિઝાઈનર કપડા આપવાનો પ્રયાસ કરીશું તેમ જીજ્ઞાબેને ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.