Abtak Media Google News

મહિલા સરપંચ સહિત ભ્રષ્ટ અધિકારીની સંડોવણીના ધગધગતા આક્ષેપોથી તાલુકાભરમાં ચર્ચાનો વિષય

લાલપૂર તાલુકાના ઝાખર ગ્રામ પંચાયત હસ્તકના ૧૪માં નાણા પંચ અને ઝાખર ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી આર.સી.સી.રોડ અને ભૂગર્ભ ગટર પેવર બ્લોક અજા વિસ્તારોનો વંડો તેમજ અન્ય સરકારી કામોના નામે લાખો રૂપીયા ઉંચાપત અને કૌભાંડ આચરયાની તાલુકા પંચાયતના પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ફરિયાદ કરતા આ મામલો તાલુકાભરમાં ચર્ચાના ચકડોળે ચડયો છે. સાથોસાથ અનેક મોટા માથાઓ પણ આ ભ્રષ્ટાચારને ઢાકવા ધમપછાડા કરી રહ્યાનું જાણવા મળ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ઝાખર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબા ખુમાનસિંહ જાડેજા તલાટી કમ મંત્રી વિજય આશર ટેકનીકલ આસી. ભરત ચૌહાણ અધિક મદદનીશ ઈજનેર મનોજ ગગજી વસાવા નાયબ કાર્યપાલક ઈજનેર કિશન કુમાર સ્વામી અને તાલુકા વિકાસ અધિકારી રામજી લાલજી ડાગરાએ ઝાખર ગામમાંઅંદાજે એક થી દોઢ મહિનામાં અહધો કરોડ રૂપીયાની ગ્રાંન્ટનો કૌભાડ આચરેલ હોવાની જિલ્લાવિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.

ઝાખર ગ્રામ પંચાયતમાં એક મહિનામાં કઈ રીતે આટલી મોટી રકમ એક સાથે વપરાય તે પણ નવાઈની વાત છે. ઉપરોકત તમામ વ્યંકિતઓએ એક સાથે મળીને આવું કારસ્તાન આચરવામાં આવેલછે. આ કૌભાંડીઓની તપાસ જિલ્લા વિકાસ અધિકારીને જ સોંપવા માંગ કરાય છે. તલાટી મંત્રી વિજય આશર અને સરપંચ ગીતાબા જાડેજા દ્વારા જે હાલના સીસીરોડ રસ્તાઓ કયાંથી કયાં સુધીના બનાવવા તેની મંજૂરી તાલુકા વિકાસ અધિકારી પાસેથી મેળવેલ તે મુજબ એક પણ કામ કરવામા આવેલ ન હોય ગ્રામ્ય વિસ્તારોમાં આર.સી.સી.રોડ રસ્તાઓના કામ કરવાના થતા હોય ત્યારે કોના પરથી કયા સુધી રોડનું કામ પૂર્ણ થતુ હોય પરંતુ આવુ આબંને સરપંચ અને તલાટી દ્વારા કરવામાં આવેલ નથી. ઝાખર ગ્રામ પંચાયતમાંથી લાખોની ઉચાપત તેમજ ખોટા અને ગેરકાયદેસરના રોડ તેમજ બાંધકામો તાત્કાલીક પણે એક મહિનામાં પૂર્ણ કરીને ખોટા બીલો અને વાઉચરો મૂકીને આવું કૌભાંડ આચરલે હોય જેના તમામ પુરાવાઓ સાથે ફરિયાદ કરતા રાજકારણ ગરમાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.