Abtak Media Google News

પુલવામાં હત્યાકાંડમાં શહીદ થયેલા મંજરની પત્ની સેનામાં જોડાશે

ભારતની સંસ્કૃતી પૌરાણીક છે. વેદ પુરાણની સાથો સાથ ર્શોર્યની વાત કરીએ તો આપણા દેશમાં લીલામાથા આપનાર વિર થઇ ગયા ત્યારે વિરો ઉપરાંત વિરાંગનાઓ પણ ખડે પગે રહી પોતાના વર્ચસ્વ અને વતન માટે લડી છે. તેમની એક એટલે ઝાંસી માટે નાની ઉમરમાં અવિરત લડતો આપી. ત્યારે ખાસ હાલમાં પણ કયાંક ભારતની સ્ત્રીઓમાં આ વિરાંગનાની ઝલક જોવા મળે છે. રાણી લક્ષ્મીબાઇ જેવી જ એક વિરાંગતા નિકિતા કોર કે જેણે પોતાના પતિની શહિદી બાદ આર્મીમાં જોડાવાનો નિર્ણય કર્યો અને ખાસ તેના દૃઢમનોબળ અને આત્મવિશ્ર્વાસથી તેને સફળતાના શિખરો પણ પાર કર્યા.

પુલવામાં કાંડમાં શહિદ થયેલા વિર વિભુતી ધોન્દીપાલના પત્ની નિકિતા કોરને તેમના પતિની સહાદતથી શેનામાં જોડાવાનો નિર્ણય કર્યા. તેવો પહેલા નોયડાની સોફટવેર કંપનીમાં નોકરી કરતા હતો પતિની શહિદી બાદ તેવોએ આર્મીની એન્ટ્રેગ આપી અને ટેનીંગ માટે ચેન્નઇ પણ ગયા. તેમાના પતિ શહિદ હોવાથી તેમને અમુક પ્રકારની રાહત પણ આપવામાં આવી હતી. ખાસતો આ એક જીવંત ઉદાહરણ છે કે ભારતની સ્ત્રીઓમાં આજે પણ કયાંક ને કયાંક ઝાંસીની રાણી જીવીત છે. આ ઉપરાંત કહિ કહી શકાય કે ‘જહા ચાહ હે વહા રાહ હૈ’ યુકતીને પણ નીકિતા કોરે યથાર્થ કરી છે. તેવોનાં આર્મી જોઇનીંગને લઇને તેમના સાસુ સહિતનાં પરિવાર જનોએ પણ ગર્વ વ્યકત કર્યો હતો કે તેમની દિકરી સમાન પુત્રવધુએ સેનામાં જોડાવાનો નિર્ણય કર્યો.

Banna For Site

પુલવામા કાંડમાં આતંકવાદીઓને મદદ કરનાર ગદ્દાર પિતા પુત્રી ઝડપાયા

Girl And Father Held For Aiding Pulwama Bomber

દેશને નુકશાન પહોચાડનારા આંતકવાદીને ગદ્દાર પિતા પુત્રી દ્વારા આસરો અપાયો હોવાનલ ઘટસપ્રોટ થયો છે. ૫૦ વષિય તરીક અહેમદ શાહ અને ૨૩ વર્ષિય ઇશા જાન દ્વારા બોમ્બર આદિલ અહેમદ દર, પાકિસ્તાની આંતંકી ઊમેર હારૂક અને કમરન સહિતનાને આસરો આપ્યો હતો.

આમ, દેશની એક દિકરી જયારે પોતાના પતિની સહિદી બાદ દેશની સેવામાં જોડાઇ રહી છે. ત્યારે બીજી બાજુ ગદ્દાર પિતા પુત્રી દ્વારા દેશમાટે હાનીકારક લોકોને સહાય કરવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી એન.આઇ.એ. દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.