Abtak Media Google News

શેલ્ડન જેકસનની ૫૮ રનની ઈનિંગનાં કારણે ઝાલાવાડનો થયો વિજય

સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ કે જે રાજકોટનાં ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે ત્યારે ચોથો મેચ ઝાલાવાડ રોયલ્સ અને ગોહિલવાડ ગ્લેડિયટર્સ વચ્ચે રમાયો હતો જેમાં ઝાલાવાડ રોયલ્સનો ૧૧ રને વિજય થયો હતો. વાત કરવામાં આવે ઝાલાવાડ રોયલ્સની તો ટીમના સેલ્ડન જેકસન ૫૮ રનની ઈનિંગ રમ્યો હતો જેમાં તેને ૬ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકાર્યો હતો ત્યારબાદ પ્રેરક માંકડનાં ૨૮ રન, સમર્થ વ્યાસનાં ૨૫ રનનાં સહારે ટીમ ૨૦ ઓવરનાં અંતે ૧૬૭ રન નોંધાવ્યા હતા.Img 4170

ગોહિલવાડ ગ્લેડિયટર્સને જીતવા માટે ૧૬૮ રનની જરૂર હતી જેમાં ટીમમાં કોઈ ખેલાડી સન્માનજનક સ્કોર નોંધાવ્યો ન હતો માત્ર બેન્સન સોનગાવકર સિવાય. બેન્સને ૨૫ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૪૪ રન નોંધાવ્યા હતા ત્યારબાદ વિહાર જાડેજા ૨૧ અને કમલેશ મકવાણા ૩૬ રન બનાવી નાબાદ રહ્યા હતા. ઓપનીંગ પાર્ટનરશીપ ન થતાં નિયમિત અંતરાળે ગોહિલવાડ ગ્લેડિયટર્સની વિકેટ પડતી રહી હતી ત્યારે ઝાલાવાડ રોયલ્સ માટે બોલીંગ કરતા પ્રેરક માંકડે ૨ વિકેટ અને સુનિલે ૨ વિકેટ ઝડપી હતી. ગોહિલવાડ ગ્લેડિયટર્સની આ સતત બીજી હાર થઈ છે.

આજે હાલાર હિરોઝ-ઝાલાવાડ રોયલ્સ તથા સોરઠ લાયન્સ અને કચ્છ વોરીયર્સ વચ્ચે ટકકર

Rpd5068

સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં આજે બે મેચ રમાશે જેમાં બપોરે ૩:૩૦ કલાકે હાલાર હિરોઝ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે રોમાંચક જંગ જામશે. જયારે સાંજે ૭:૩૦ કલાકે સોરઠ લાયન્સ અને કચ્છ વોરીયર્સ વચ્ચે ટકકર થશે. એસપીએલનો પ્રારંભ ગત ૧૪મી મેથી થયો છે. જેમ-જેમ દિવસો પસાર થતા જાય છે તેમ-તેમ ટુર્નામેન્ટ રોમાંચક બની રહી છે. ટુર્નામેન્ટમાં કુલ ૫ ટીમોએ ભાગ લીધો છે. જેમાં લીગ રાઉન્ડમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી પ્રથમ બે ટીમો ફાઈનલમાં પહોંચશે જેની વચ્ચે ૨૨મી મેનાં રોજ ફાઈનલ મુકાબલો રમાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.