Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા વિવિધ ધંધા રોજગાર ખોલવા  પરમિશન આપી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈ કાલે જે રાજ્ય સરકારના નિર્ણય મુજબ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધંધા-રોજગાર માટે અને ખાસ કરી પોતાની દુકાનો વેપારીઓને ખોલવા માટે અને અર્થતંત્રની ગાડી પાટા ઉપર ચડાવવા માટે ગુજરાત રાજ્યમાં અમુક શહેરોમાં છૂટછાટો આપી ને અર્થતંત્રને વેગ આપવા વેપારીઓને દુકાન ખોલવા માટે સુચના આપવામાં આવી છે ત્યારે ખાસ કઈ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા કલેકટર શ્રી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ૯૦% દુકાનો ખુલ્લી રાખવા માટે આહવાન કરવામાં આવ્યું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી પાન માવા ગલ્લા અને હેર સલૂન રેસ્ટોરન્ટ ઉપર પાર્સલ સુવિધા અને અન્ય પણ કેટલીક જીવન જરૂરિયાત અને વ્યવસાયિક વસ્તુઓની દુકાનો ખૂલી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના સંક્રમણનો ખતરો દિનપ્રતિદિન વધી રહ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યાર બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં આઠ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ત્યારે તે સુરેન્દ્રનગર જિલ્લા માટે એક પ્રકાર ચિંતાનો વિષય બન્યો છે ત્યારે આજ સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ દુકાનો વેપારીઓ દ્વારા ખુલ્લી રાખવામાં આવી છે ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ખાસ કરી માર્કેટ વિસ્તારોમાં અને જ્યાં ભીડભાડ વાળી જગ્યા છે તે સ્થળે પોલીસે અને ખાસ કરી સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ અમીનાબેન દ્વારા પોલીસની ગાડી સાથે રાખીને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારો અને માર્કેટમાં વેપારીઓને સવારે આઠથી સાંજના ચાર વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા માટે અને ખાસ કરી કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે દુકાનો ઉપર ડિસ્ટન્સ અંતર રખાવીને  માસ  ફરજિયાત પહેરાવીને  અને ખાસ કરીને દુકાનો ઉપર ખોટી ભીડભાડ ન કરીને ધંધો  શરૂ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.