ઉપલેટામાં વિધવા સરપંચની મિલ્કત પચાવી પાડવા જેઠનો હુમલો

વિધવા વહુની આહીર સમાજ પાસે મદદની માંગ

ઉપલેટા તાલુકાના કેરાળા ગામના રહેવાસી ગીતાબેન નાથાભાઇ વામરોટિયા પર તેમના જ જેઠ અને સસરા ત્રાસ ગુજારી માર મારતા હોવાની ફરિયાદ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

સાસરિયાઓ દ્વારા કુટુંબની વહુ ને ત્રાસ આપવાની ઘટનાઓ અનેક સામે આવતી હોય છે.ત્યારે સમાજને કલંકિત કરતો કિસ્સો કેરાળા ગામનો સામે આવ્યો છે. વિધવા સરપંચ ગીતાબેને પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ઉપલેટાના કેરાળા ગામે મહિલા સરપંચ પર તેના જેઠે સી.સી રોડ બનાવવા મુદ્દે પાવડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ ભાયાવાદર પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે.મારામારીના બનાવ અંગે કેરાળા ગામના મહિલા સરપંચ ગીતાબેન નાથાભાઇ વામરોટિયા ( ઉ.વ ૩૦ )એ ભાયાવાદર પોલીસ સ્ટેશનમાં તેના જેઠ વજશી પોલા વામરોટિયા વિરુદ્ધ પાવડા વડે મારમારી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.એસ.સોલંકીએ આઇપીસી ૩૨૩, ૩૫૪, ૫૦૪, ૫૦૬-૨,૧૩૫ મુજબ ગુનો નોંધયો  છે. કેરાળા ગામના મહિલા સરપંચ પોતાના ઘર પાસે સી.સી.રોડનું બાંધકામ કરાવતા હતા. ત્યારે મહિલાના જેઠ વજશી પોલા વામરોટિયાએ આવી ’ આ રોડનું બરોબર કામ થતું નથી ’ કહી પાવડા વડે હુમલો કરી દેરાણીનો હાથ ભાંગી નાખી વાસના ભાગે મૂંઢ ઇજા કરી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો.સ્થાનિક શ્રમિકોએ મહિલાને છોડાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.જે અંગે ભાયાવદર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરપંચ ગીતા બહેનનો સંપર્ક સાધતા અબતક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમના પતિનું અવસાન બાદ સાસરિયાજનોએ ગીતા બહેનને ત્રાસ આપવાનું શરૂ કર્યું છે.અવારનવાર જેઠ વજશીભાઈ પોલાભાઈ વામરોટિયા અને સાસરા દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવતા ગીતા બહેન પોતાની આપવીતી વર્ણવતા રીતસર ચોધાર આસુંએ રડી પડ્યા હતા. સાથેજ પોતાના આહીર સમાજ અગ્રણીઓની મદદ મળે તે માટે પણ જણાવ્યું હતું.

સાગા જેઠે વજશીભાઈએ નાના ભાઈની વિધવા વહુ પર ત્રાસ ગુજારતા ખળભળાટ મચી ગયો છે. એક તરફ વિધવા સરપંચ સમાજ પાસે મદદ ની રાવ કરી રહ્યા છે ત્યારે આવા કિસ્સાઓને ડામવા સમાજના અગ્રણીઓએ આગળ આવી આવી દીકરીઓને મદદ કરવી ખુબજ જરૂરી બની છે.હાલ ભાયાવદર પોલીસે આરોપી જેઠ વજશીભાઈ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે રાજકોટ એસપી બલરામ મિણા દ્વારા પણ આરોપી ને યોગ્ય તપાસ કરી તપાસ માં સત્ય બહાર આવશે તો છોડશે નહીં તેવી ખાતરી પણ આપી હતી.

Loading...