Abtak Media Google News

વનરાવનનો રાજા ગરજે… લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ સાવજ સામે લાકડી લઈને થયેલી ચારણ ક્ધયાની વિરગાથાને કાવ્ય રચી અમર બનાવી દીધી હતી. જો મેઘાણી વિક્રમ સંવત 2069માં હયાત હોત તો જેતલસરના પશુપાલક કુલદિપ જીતુભાઈ જોષી પરિવારની ભેંસ મેસુડી પર અવશ્યપણે વિરગાથા અથવા તો કાવ્ય રચાઈ ગયું હોત. વિક્રમ સંવત 2069ની કારતક મહિનાની એક અંધારી રાત્રે જેતલસર ગામ નજીક ગૌશાળા અને ભેંસો રાખવાના બાર ફૂટ ઉંચી દિવાલો અને લોખંડના દરવાજાથી પેક વાડા નજીક જેતપુર, જેતલસર, ઉપલેટા અને જૂનાગઢના ગિરનારના જોગણીયા ડુંગર સુધીની 70 કિ.મી.ની ત્રિજયા ધરાવતા વિસ્તારને પોતાની ટેરેટરી બનાવીને રાજ ભોગવતા ત્રણ પટરાણીઓનો સ્વામી ડાલામથો સિંહ જામવા વાળામાં પુરેલા ઢોરનો શિકાર કરવાના ઈરાદે આવી પહોંચ્યો, જામવો સ્વભાવે ખુબ આક્રમક અને પડકારીને વાર કરનારો સિંહ તરીકે જાણીતો હતો. સામાન્ય રીતે 6 થી 8 ફૂટ ઉંચી દિવાલ ટપવાની સિંહ મહેનત કરતા નથી પરંતુ આ તો જામવો હતો.

Screenshot 3 13

તરાપ મારીને 12 ફૂટ વંડી ટપીને જામવો વાડામાં ખાબક્યો… પશુપાલક પરિવાર આ દ્રશ્યો ઘરની બારીમાંથી જોતુ હતું અને ફફડી રહ્યું હતું કે, બસ આજે કુદરતે આપેલુ તમામ પશુધન આ ડાલામથો ખલાસ કરી દેશે. આંખના પલકારામાં જામવો વાડામાં ખાબક્યો. 5 થી 7 મીનીટમાં જ જે ઝડપથી વાડામાં જામવો ગયો હતો તેનાથી બમણી ઝડપે તે ઉંધેમાથે બહાર ફંગોળાયો… જામવો તેના અસલ રૂપમાં આવી ગયો હતો. મળેલી નિષ્ફળતાથી રઘવાયો થઈને તેને તેના સ્વભાવ મુજબ બન્ને હાથના પંજા ડેલાની દિવાલ પર ખુંચાવીને નહોરથી બેલા ચીરી નાખ્યા (આજે પણ એ દીવાલ પર જામવાના નિશાન છે) ફરીથી તેણે છલાંગ લગાવી વાડામાં પડ્યો.

Screenshot 9

વાડામાં દેકારો મચી ગયો. જામવો બે-ત્રણ વાર ઉપર ઉછડીને નીચે પછડાયો હવે વાડામાં શું થયું હતું તેની હકીકત જાણીએ તો વાડામાં બાંધેલી અસલ કાઠીયાવાડી નસલની ભેંસ મેસુડીએ જામવો જેવો વાડામાં પડ્યો કે તુર્ત જ તેને પોતાની પોઝીશન લઈ લીધી અને જામવો શિકાર કરે તે પહેલા જ તેને ઢીંકે ચડાવ્યો… જામવો બહાર ફંગોળાઈ ગયો પણ તેનાથી સહન ન થયું. ફરીથી તેણે હુમલો કર્યો. આ વખતે મેસુડીએ કંઈક અલગ જ મનસુબો કર્યો હોય તેમ જામવાને બહાર ફંગોળવાને બદલે વાડામાં જ ઢીંકે ચડાવી-ચડાવી ધોબી કપડા ધુવે તેમ સિંહને ધોઈ નાખ્યો. વાડામાં મેસુડીનો નાનો પાડો ઉપરાંત ભાવનગરના રાજા ભગવતસિંહજીએ જે ગાય બ્રાઝીલ મોકલાવી હતી તે ગીર ગાયની ત્રીજી પેઢીની વાછડી અને અન્ય છ પશુધન જામવા અને મેસુડી વચ્ચે આ યુદ્ધ જોતું હતું.

Screenshot 8

અડધો કલાક સુધી જામવાને ધોઈને મેસુડીએ બીજીવાર તેને દિવાલ બહાર ફંગોળી દીધો. મોઢે, પગે અને શરીરે ઘવાયેલો જામવો ચત્તોપાટ બહાર ફંગોળાઈ ગયો. થોડી કડ વળી બાદ ત્રણેય સિંહણોને લઈ જામવાએ સીમની વાટ પકડી… આ બાજુ બારીમાંથી આ ઘમાસાણ જોતુ પશુપાલક પરિવાર ભારે હૈયે દરવાજો ખોલી  વાડામાં ગયા ત્યારે મેસુડી હાંફતી ઉભી હતી અને તમામ પશુઓ આબાદ ઉભા હતા.

Screenshot 6 6

મેસુડીએ અડધો કલાક ડાલામથા સામે જંગ ખેલીને વિજય મેળવી લીધો હતો પણ 10 શેર સવારે અને 10 શેર સાંજે દૂધ આપતી મેસુડીએ શરીરની ગરમીના કારણે ગર્ભાશય ગુમાવી દીધું હતું. આજે આ જ મેસુડી છેલ્લા 10 વર્ષથી બચ્ચુ જણી શકે તેવી સ્થિતિમાં નથી. પોતાના માતૃત્વનો ભોગ આપીને સિંહને ભગાવનારી આ મેસુડીને આવક અને નફા-ખોટનો હિસાબ કર્યા વગર આજે પણ રોજના રૂા.500ના ખર્ચે જેતલસરનો આ વિપ્ર પરિવાર મેસુડીનો નિભાવ કરી રહી છે. જામવો આ ઘટનાથી જાણે કે હતપ્રભ થયો હોય તેમ સમગ્ર ટેરેટરીનું રાજપાટ છોડી ગીરમાં ક્યાંક ચાલ્યો ગયો. આમ મેસુડીએ સમગ્ર પંથકને જામવા જેવા સિંહના સકંજામાંથી જીવ સટોસટની લડાઈ કરીને વિજય મેળવ્યો….

૭ વર્ષ પહેલા શિયાળાની રાત માં ડાલામથ્થા સિંહ નો સામનો કરનારી વેસુ ભેંસ ના શરીર માં એકદમ ગરમી ઉભી થઇ જતાં તેનું ગર્ભાશય બીજી વખત ગર્ભધારણ ન કરી શકે તેવું ખંડિત થઈ ગયું હતું હવે આ ભેંસ ક્યારેય દૂધ આપી નહીં શકે તેવું જાણવા છતાં પશુપાલકે રોજના ઘાસચારાના ખર્ચ ચિંતા કર્યા વગર પરિવારના વૃદ્ધને જેવી રીતે સાચવવી એ કેવી રીતે સાચવી રહ્યા છે સામાન્ય રીતે એક પશુ પાછળ મહિનાના બે થી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે ત્યારે સાત વર્ષથી ભેસુડી ને આ પશુપાલક પરિવાર ખીલેબાંધી ખવડાવી રહ્યું છે મસુરી ડાલામથ્થા પરિવારને સમગ્ર પંથક છોડી દેવાની ફરજ પાડી અને ખેડૂતો સહિત સમગ્ર વિસ્તારને સિંહોના ભયથી મુક્ત કરાવ્યા હતા આજે પણ નીડર થઈને તમામ પશુઓ નું રક્ષણ કરી રહી છે

Screenshot 5 9

આ ગોપાલક પરિવાર પાસે ભાવનગરના મહારાજ સાહેબ દ્વારા બ્રાઝિલ ગીરની ગાયો મોકલી હતી તે વંશની ગાય આજે પણ હયાત છે. અને ઓરીજનલ ગીરની ગાયનું જતન કરી રહ્યા છે. લાખો રૂપિયાની કિંમતે મંગાઈ હોવા છતાં આ ગીરની ગાય ક્યારેય ના વેચવાનો સંકલ્પ આ ગોપાલ બ્રાહ્મણ પરિવારે લીધો છે.

જેતલસરમા આજે પણ સિંહને ભગાવનારી ભેંસ અને ગીરની ઓરીજીનલ ઓલાદની ગાયોને જોવા માટે પશુપ્રેમી લોકો અચુક પડે મુલાકાત લે છે.

આપના પ્રતિભાવો મોકલવા અમારું ઈ-મેઈલ છે  rhsaiyed.junagadh @gmail.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.