Abtak Media Google News

૧૪મી એપ્રીલ સુધીમાં પાયલોટ તેમજ એરક્રાફટ એન્જિનિયરોના પગાર ચૂકવવા કંપની દ્વારા ઈન્ટર્મ એરલાઈન મેનેજમેન્ટની નિમણુંક કરાશે

જેટ એરવેસની સ્થિતિ કફોળી બનતા આર્થિક ડામાડોળને કારણે એરિયર્સ ગિલ્ડે વિમાનોની ઉડાન બંધ કરી હડતાલ ઉપર બેસવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હવે ડિસેમ્બરનું એરિયર્સ ચૂકવવાની ખાતરી અપાતા પાયલોટોએ હડતાલ કેન્સલ કરી છે. ગિલ્ડ કંપનીનાં કુલ ૧૬૦૦ પાયલોટોને વળતર ન મળતા પાયલોટોએ ધરણા કર્યા હતા આજે પ્લેનો લગ્ઝુરીયસ નહી પરંતુ લોકોની જ‚રીયાત બની ચૂકયું છે.

કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુંં હતુ કે, જેટ એરવેઝે ઋણદાતા બેંકો અને સંસ્થાનો માટે એસબીઆઈ કેપીટલના સલાહકારની શોધ કંપની કરી રહ્યું છે.જેટ એરવેઝે કહ્યું હતુ કે તેઓ ડિસેમ્બરનો પગાર પણ પાયલોટ તેમજ એરક્રાફટ એન્જીનીયરોને ચૂકવશે પરંતુ વધુ કરબોજને કારણ વધુનો પગાર આપી શકશે નહી.પાયલોટ યુનિયને ૧૪મી એપ્રીલ સુધીમાં બાકીના પગાર ચૂકવણા માટે ઈન્ટર્મ મેનેજમેન્ટની માંગ કરી છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિશાળ અને ફુલ સર્વીસ આપતી જેટ એરવેઝની સ્થિતિ કફોળી બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.