Abtak Media Google News

ટોપ-૧૦૦ વિદ્યાર્થીઓમાં ગુજરાતનું પર્વિક દવે ૬૦માં ક્રમે

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા ૮ થી ૧૨ એપ્રીલ દરમિયાન લેવાયેલી બીજા તબકકાની જેઈઈ મેઈન પેપર-૧ની પરીક્ષાનું મોડીરાત્રે પરીણામ જાહેર કરાયું હતું. પરીણામ સાથે આન્સર કિ પણ જાહેર કરવામાં આવી હતી. એજન્સી દ્વારા પ્રથમ અને બીજા તબકકાનાં પરીણામનાં આધારે કોમન મેરીટ લીસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. દેશનાં ટોપ-૨૪ વિદ્યાર્થીઓમાં એકપણ ગુજરાતી લીસ્ટમાં આવતો નથી તે ખુબ જ દુ:ખની વાત કહી શકાય. દેશનાં ટોપ-૧૦૦ વિદ્યાર્થીઓમાં ગુજરાતનો વિદ્યાર્થી ૬૦માં રેન્ક પર આવ્યો છે. પર્વિક દવે ગુજરાતમાં પ્રથમ છે જોકે દેશમાં ટોપ-૨૪ રેન્કર કે જેઓએ ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા છે તેમાં ગુજરાતનો એકપણ વિદ્યાર્થી નથી.

જેઈઈ મેઈનની પરીક્ષા આ વર્ષે પ્રથમવાર નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાઈ છે અને વર્ષમાં બે વાર લેવાનું શ‚ કરાયું હોય પ્રથમ તબકકાની જેઈઈ મેઈન ૯ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન લેવાઈ હતી. ત્યારબાદ બીજા તબકકાની જેઈઈ મેઈન ૮ થી ૧૨ એપ્રીલ દરમિયાન લેવાઈ હતી. જેઈઈ મેઈનમાં બીઈ, બીટેક માટે પેપર-૧ની પરીક્ષા લેવામાં આવે છે. પેપર-૧ની પરીક્ષાનું પરીણામ જાહેર કરી દેવાયું છે. પ્રથમ તબકકાની જેઈઈ મેઈનમાં પરીણામમાં એજન્સી દ્વારા માત્ર પર્સેન્ટાઈલ જ જાહેર કરવામાં આવ્યા હતા. બીજા તબકકાની પરીક્ષાનાં પરીણામ સામે એજન્સી દ્વારા કોમન રેન્ક લીસ્ટ અને કટ ઓફ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

ગઈકાલે મોડીરાત્રે એજન્સી દ્વારા વેબસાઈટ પર પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ બંને તબકકાની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી ૨૪ વિદ્યાર્થીએ ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. એજન્સી દ્વારા બીજા તબકકાની પરીક્ષાનાં પરીણામ સાથે પ્રવેશ માટે જ‚રી એવા ઓલ ઈન્ડિયા રેન્કનું લીસ્ટ પણ જાહેર કરી દેવાયું છે. ઓલ ઈન્ડિયા રેન્કનાં આધારે વિવિધ રાજયોની ઘણી ટોપ પ્રાઈવેટ ટેકનિકલ યુનિવર્સિટીઓ-કોલેજોમાં પ્રવેશ થાય છે.

જેઈઈ મેઈનની બંને તબકકાની પરીક્ષાનાં સ્કોરને ધ્યાને લેવાઈ છે અને કોમન રીઝલ્ટ અપાયું છે. જે મુજબ કવોલીફાઈ થયેલા ૨.૪૫ લાખ વિદ્યાર્થી મે મહિનામાં લેવાનારી જેઈઈ એડવાન્સ પરીક્ષા આપશે. કુલ ૧૧,૩૭,૧૨૫ વિદ્યાર્થીઓમાંથી ૩,૩૦,૭૦૨ છોકરીઓ અને ૮,૧૬,૪૨૦ છોકરાઓ છે. ઈકોનોમી વિકર સેકશન કેટેગરીમાં ૪૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે જયારે ઓપન કેટેગરીમાં ૫,૦૫,૬૪૨ વિદ્યાર્થી છે.

એડવાન્સ માટે ઓપન કેટેગરીમાં ૮૯.૭૫ કટ ઓફ સ્કોર છે. પ્રથમવાર આ વર્ષે લાગુ કરાયેલા ઈકોનોમી વિકર સેકશન કેટેગરીમાં ૭૮.૨૧, ઓબીસી કેટેગરીમાં ૭૪.૩૧, એસી કેટેગરીમાં ૫૪.૧, એસટી કેટેગરીમાં ૪૪.૩૩ કટ ઓફ સ્કોર છે. ગુજરાતમાંથી એક પણ વિદ્યાર્થીઓ ૧૦૦ પર્સેન્ટાઈલ સ્કોર ન મેળવ્યાનું જણાયું છે. અમદાવાદ અને ગુજરાતમાંથી ટોપ-૧૦ અને ટોપ-૧૦૦૦ ઓલ ઈન્ડિયા રેન્કમાં કેટલા વિદ્યાર્થીઓ છે તેની વિગતો હજી જાહેર થઈ નથી જોકે એજન્સી દ્વારા જાહેર કરાયેલા ૩૬ રાજયો ટોપરમાં ગુજરાતનો પર્વિક દવે નામનો વિદ્યાર્થી ગુજરાતમાં પ્રથમ નંબરે છે જોકે ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓમાં ગુજરાતનો એક પણ વિદ્યાર્થી નોંધાયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.