Abtak Media Google News

પરીક્ષાર્થીઓ માટે મહત્વપૂર્ણ ટેસ્ટ નિયમો: શું લઇ જશો અને શું નહીં?

નેશનલ ટેસ્ટીંગ એજન્સી અને એનટીએ દ્વારા ૬ જાન્યુઆરીથી જેઇઇ મેઇનની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષા એન્જીનીયરીંગ

અને ટેકનોલોજી ઇન્સ્ટીટયુટ માટે મહત્વની છે. મહત્વનું છે કે ર૦ જાન્યુ. એ કમ્પ્યુટર ટેસ્ટ  લેવામાં આવશે. આ અંગેની વધુ માહીતી અને કાર્ડ તેમજ પરીક્ષાની વિગતો માટે ઓફીશીયલ વેબસાઇટ પર જઇ મેળવી શકાશે.

એનટીએ યુસીજી નેટ એકઝામની નવગઠીત એજન્સી દ્વારા પહેલીવાર આ પરીક્ષા યોજવામાં આવી રહી છે. પરીક્ષા હોલમાં ઉમેદવારોને પરીક્ષા દરમિયાન કોઇ પણ અનુચિત સાધન ન લઇ જવા જણાવ્યું છે.

મહત્વનું છે કે આ અંગે પરીક્ષામાં ચુસ્ત ખાનગી, અખંડતા, નિષ્પક્ષતા ને સુનિશ્ર્ચિત કરવા માટે પગલા લેવામાં આવશે. કોઇપણ ઉમેદવાર કોઇપણ અનુચિત સાધન ન લઇ જાય કે પરીક્ષા કેન્દ્રોમાં કોઇપણ અનુચિત પરીક્ષા પઘ્ધતિમાં સામેલ ન થવો જોઇએ. સીસીટીવી ની દેરરેખ અને જામરથી પરીક્ષા ખંડની ચકાસણી કરવામાં આવશે.

જેઇઇ મેઇન ૨૦૧૯ પરીક્ષાનો દિવસ-નિયમ પરીક્ષાર્થીએ એક દિવસ પહેલા પરીક્ષા કેન્દ્ર પર જઇ શકે છે. આ સાથે જેઇઇ મેઇન એડમીટ કાર્ડમાં દર્શાવેલ રિપોર્ટીગ સમય પર પરીક્ષા સ્થળ પર પહોંચવું પડશે. એનટીએ અનુસાર જો પરીક્ષાથી પરીક્ષા કેન્દ્રનો ગેટ બંધ થયા બાદ રિપોર્ટ કરે છે તો તેને પ્રવેશ આપવામાં નહીં આવે.

એનટીએ નોટીસમાં કહ્યું કે સખન પાલન માટે નિર્દેશ અપાયા છે. કેટલીક પરીક્ષાઓ પૂર્વ ઔપચારિકતાઓને પુરી કરવાની આવશ્યકતા છેઅને એટલા માટે જ પરીક્ષાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે સમયસર કેન્દ્ર પર પહોંચી જાય.

પરીક્ષા કેન્દ્રમાં લઇ જવાની વસ્તુઓ, એનટીએ વેબસાઇડ પર થી ડાઉન લોડ કરેલું એડમીટ કાર્ડ (એ-ફોર સાઇઝ), એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, એક આઇડી પ્રુફ (પાન કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, વોટર આઇડી, પાસપોર્ટ, આધાર કાર્ડ) પીડબલ્યુડી શ્રેણી અંતર્ગત દાવો કરતાં

સક્ષમ પ્રમાણપત્રો જેમાં ડાયાબીટીસના દર્દીને ખાવાની ચીજો જેમ કે ખાંડની ગોળીઓ, ફળ, અને પારદર્શી પાણીની બોટલ પરીક્ષા હોલ માં લઇ જવાની અનુમતિ હશે. જો કે એનટીએ અનુસાર તેમને ચોકલેટ કે કેન્ડી કે સેન્ડવીચ જેવા પેક ખાદ્ય પદાર્થ લઇ જવાની પરવાનગી આપવામાં આવી નથી., પરીક્ષા કેન્દ્રોમાં પ્રતિબંધીત વસ્તુઓ, પરીક્ષા કક્ષામાં કોઇ પણ કામ માટે પેન, પેન્સીલ અને કાગળ આપવામાં) આવશે., ઉમેદવાર પેન્સીલ બોકસ, પર્સ, કોઇપણ પ્રકારના કાગળ સ્ટેશનરી ઇયર ફોન માઇકાક્રફોન, પેજર, કેલકયુલેટર, ડોકયુપે, લોગ ટેબલ કેમેરો ટેપ રેકોર્ડ ઘડીયાળ ઇલેકટ્રોનીક ઘડીયાળ જેવા ઉપર કરણોનો ઉપયોગ નહી કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.