Abtak Media Google News

જેઇઇ મેઇનની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મોટી રાહતના સમાચાર સાંપડી રહ્યા છે. શિક્ષણ મંત્રાલયે શૈક્ષણિક વર્ષ 2021-2022માં જેઇઇ મેઈનમાં પ્રવેશ માટે ધો.12માં ફરજિયાત 75% ગુણના નિયમને દૂર કર્યો છે.

કોવિડ -19 ની સ્થિતિને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ છૂટ આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે મંગળવારે ટ્વીટ કરીને આ જાહેરાત કરી હતી. નિશાંકે ટ્વિટ કર્યું હતું કે, આઈઆઈટી જેઇઇ (એડવાન્સ્ડ) અને અગાઉના શૈક્ષણિક વર્ષ પર લીધેલા નિર્ણયને ધ્યાનમાં રાખીને, આગામી શૈક્ષણિક સત્ર 2021-2022 માટે જેઇઇ મેઈન માટે ધો.12માં 75% ગુણ માટે પાત્રતા નિયમને દૂર કરવાનો નિર્ણય. લેવામાં આવી છે.

નોંધનીય છે કે, એનઆઈટી, આઈઆઈઆઈટી જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં બીટેક, બીઇ જેવા કોર્સમાં પ્રવેશ માટે JEE મેઈન લેવામાં આવે છે. હવે ધોરણ 12માં 75% માર્કસ હવે એનઆઈટી, આઈઆઈઆઈટી, સીએફટીઆઈ સંસ્થાઓમાં પ્રવેશ માટે ફરજિયાત નહી રહે.

અભ્યાસક્રમમાં ફેરફાર નથી કરાયા

વર્ષ 2021માં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે JEE મેઈનની પરીક્ષાના અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ અભ્યાસક્રમ ગયા વર્ષની જેમ જ રહેશે.

90માંથી 75 પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે

જોકે, વિદ્યાર્થીઓને JEE અને NEET પરીક્ષામાં મર્યાદિત પ્રશ્નોના જવાબો આપવાનો વિકલ્પ આપવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. શિક્ષણ મંત્રાલયના નિવેદન અનુસાર, “જેઇઇ મેઈન 2021નો અભ્યાસક્રમ પાછલા વર્ષની જેમ રહેશે. જો કે, વિદ્યાર્થીઓને પેપરમાં 90 પ્રશ્નોમાંથી 75 સવાલોના જવાબો આપવાનો વિકલ્પ હશે.

પેપરના 90 પ્રશ્નોમાંથી 30-30 પ્રશ્નો ગણિત, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના હશે અને તેમાંથી 75 પ્રશ્નો (25-25 પ્રશ્નો ગણિત, રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના આપવામાં આવશે)ના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.