જેઈઈ એડવાન્સ: 3 જુલાઈએ પરીક્ષા, આ નિયમમાંથી પણ સરકારે આપી રાહત

ધોરણ ૧૨માં લઘુતમ ૭૫ ટકા માર્કસ હોવાના નિયમમાં પણ રાહત અપાઈ

લાંબા સમયથી જેઈઇ એડવાન્સ ૨૦૨૧ પરીક્ષાની તારીખોની રાહ જોઇ રહેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેઈઇ એડવાન્સ ૨૦૨૧ની પરીક્ષા ૩ જુલાઇ ૨૦૨૧ને આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાએ તારીખોની જાહેરાત કરી દીધી છે. આ સાથે આઇઆઇટીમાં સ્નાતક અભ્યાસક્રમોમાં એડમિશન માટે યોગ્યતા પણ બતાવી દીધી છે. આઇઆઇટીમાં સ્નાતક માટે આ માપદંડ હોવા જોઇએ.

જેઈઇ એડવાન્સ૨૦૨૧નું સંચાલન આ વર્ષે આઇઆઇટી બોમ્બે દ્વારા કરવામાં આવશે. ગત વર્ષે જેઇઇ એડવાન્સ ૨૦૨૦ના લીધે લગભગ ૨.૪૫ લાખ વિદ્યાર્થીઓને ક્વોલિફાઇ કર્યા હતાં, જેનું સંચાલન આઇઆઇટી દિલ્હીએ કર્યું હતું. પરીક્ષા સામાન્ય રીતે જેઇઇ મેનના પરિણામ જાહેર થવાના લગભગ ૨ થી ૩ અઠવાડિયામાં આયોજિત કરવામાં આવે છે. આ પરીક્ષાઓ ઓનલાઇન થશે નહી, ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર જવું પડશે. કોરોનાકાળમાં યોજાઇ રહેલી પરીક્ષાઓમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય છે. આ પહેલાં શિક્ષા પ્રધાન જેઇઇ મેન ૨૦૨૧ની તારીખોની જાહેરાત કરી ચૂક્યા છે. જેઇઇ મેન ૨૦૨૧ની પહેલાં સેશનની પરીક્ષા ૨૩થી ૨૬ ફેબ્રુઆરી સુધી આયોજિત કરવામાં આવશે. અરજી કરવાની તારીખ ૧૬ ફેબ્રુઆરી સુધી નિર્ધારિત કરવામાં આવી છે. આપની જાણકારી માટે જણાવી દઇએ કે આ વર્ષથી જેઇઇ મેન્સ પરીક્ષા વર્ષમાં ચાર વાર આયોજિત કરવામાં આવે છે.

 

Loading...