Abtak Media Google News

વિવિધ સામાજીક અને લોક ઉપયોગી કાર્યક્રમો યોજાયા

જેસીઆઈ રાજકોટ દ્વારા જેસીઆઈ વીકની તાજેતરમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ સામાજીક અને લોક ઉપયોગી કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમનો પ્રારંભની સાથે નયનાબેન પરમાર દ્વારા મોર્નીંગ સ્ટાર પ્લે હાઉસમાં સેનેટરી પેડ, વાળની સંભાળ અને ત્વચાની સંભાળનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમજ વિક દરમ્યાન વિવિધ સ્કુલમાં યુવા સશકિતકરણનો પ્રોગ્રામ ટ્રેનર વીંગ સમાનતાનો વિષય માર્ગદર્શન, સુજલ પ્રોજેકટના ભાગરૂપે આર.ઓ. પ્લાન્ટની ભેટ વ્યસન મૂકત ભારતની બેનર સાથે રેલી તેમજ વૃક્ષવાવો અને વૃક્ષ બચાવોની જાણકારી આપવામાં આવી હતી. અને સાથે સાથે વૃક્ષારોપણ કરીને વિદ્યાર્થીઓને જાગરૂત કરવામાં આવ્યા હતા. સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસી મિતેષ પટેલ, પ્રેસીડેન્ટ જે.સી.ગીરીશ ચંદારાણા, જે.સી. અશ્ર્વીન ચંદારાણા, જેસી રચના ‚પારેલ સહિતના એ જહેમત ઉઠાવી હતી.

જુનીયર ચેમ્બર ઈન્ટરનેશલએ યુવાનોની સંસ્થા છે. જેનો મુખ્ય ઉદેશ્ય વ્યકિતગત વિકાસ છે, જે વિવિધ તાલીમ અને કોમ્યુનીટી પ્રોજેકટ પોગ્રામ દ્વારા મેમ્બર્સ તૈયાર કરવામાં આવે છે. જે લોકોને જેસીઆઈ રાજકોટ યુવામાં મેમ્બર્સ થવું હોય તેઓએ જેસીઆઈ રાજકોટ યુવા બી ૩૦૩ પૂજા કોમ્પ્લેકસ હરિહર ચોક, સદર બજાર, રાજકોટ ખાતે સવારે ૧૧.૩૦ થી રાત્રે ૭.૩૦ વાગ્યાસુધી અથવા ૦૨૮૧-૨૨૩૭૧૪૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.