Abtak Media Google News

સતત ૧૧માં વર્ષે આયોજન

વિવિધ ૪ કેટેગરીમાં ૬ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે

જુનીયર ચેમ્બર ઇન્ટરનેશનલ રાજકોટ યુવા જેની સ્થાપના તા. ૧૩-૩-૨૦૦૮ ના વર્ષમાં રાજકોટ મુકામે ર૦ જેસી મેમ્બરો દ્વારા સ્થાપવામા આવ્યું હતું.

જેસીઆઇ રાજકોટ યુવા જે વર્ષ ૨૦૦૮માં જેસી અશ્ર્વિન  ચંદારાણાના લીડરશીપ હેઠળ પ્રસ્થાપિત થયેલ અને આ અઘ્યાય સતત પોતાના સારા પ્રોજેકટ પ્રોગ્રામને લીધે ઝોન અને નેશનલમાં સતત આઉટસ્ટેન્ડીંગ એવોર્ડ મેળવતું હતું અને રાજકોટનું નામ ઝળહળતું રાખેલ છે. આ અઘ્યાય ફકત રાજકોટવાસીઓ માટે જ નહી, પણ સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ અનેક પ્રોજેકટ પ્રોગ્રામ છેલ્લા ઘણા વર્ષોમાં આપ્યા છે. તેમનામાનું એક મેગા પીઆર પ્રોગ્રામ એટલે હેલ્ધી બેબી કોમ્પીટીશન, જેનું આયોજન સતત અગિયાર વર્ષથી રાજકોટ મુકામે આયોજન થાય છે અને એ જ દસ વર્ષની ભવ્ય સફળતાથી ફરી ર૦ર૦માં અગિયારમાં વર્ષે આ પ્રીમીયર ઇવેન્ટનું આયોજન રાજકોટ મુકામે જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા કરવામાં આવ્યું છે. જે આ પ્રમાણે છે.

જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા સતત અગિયારમાં વર્ષે હેલ્ધી બેબી કોમ્પીટીશન નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે તા. ૧૧-૧૦-૨૦ ને રવિવારના રોજ ડીજીટલ માઘ્યમ દ્વારા રાખવામાં આવેલ છે તથા તા. ૧૮-૧૦-૨૦ ને રવિવારના રોજ વિજેતાના એવોર્ડ જાહેર કરવામાં આવશે. આ કોમ્પીટીશન ફકત ૧ થી ૬ વર્ષના બાળકો માટે રહેશે અને કોમ્પીટીશનમાં કુલ ૪ કેેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કયુટ બેબી, ફેન્સી બેબી, ટવીન્સ બેબી, મેચીંગ ડ્રેસીંગ મોમ વીથ બેબી વગેરે આ સ્પર્ધામાં દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વીતીય અને તૃતીય એમ ત્રણ વિજેતા જાહેર કરવામાં આવશે અને તેઓને ફોન દ્વારા જાણ કરવામાં આવશે. તેમજ ભાગ લેનાર દરેક બાળકને મેડલ તથા સર્ટીફીકેટ આપવામાં આવશે. વિજેતા બાળકોનેા નિર્ણય જજ દ્વારા નકકી કરવામાં આવશે તે આખરી અને માન્ય રાખવામાં આવશે.

ભાગ લેનાર બાળકનો ૧ મીનીટનો વિડીયો તૈયાર કરવાનો રહેશે તે વિડીયો કલીપ તથા ૧ ફોટો મો. નં. ૮૮૪૯૩ ૬૧૪૩૪ ઉપર તા. ૫-૧૦-૨૦ થી ૧૦-૧૦-૨૦ સુધીમાં મોકલી આપવાનો રહેશે. વધુ માહીતી માટે જેસી અશ્ર્વિન ચંદારાણા મો. નં. ૯૮૨૫૩ ૧૪૪૪૩, જેસી ગીરીશ ચંદારાણા મો. નં. ૯૮૨૫૧ ૫૭૮૨૧, ક્રિના માંડવીયા મો. નં. ૯૫૩૭૨ ૦૧૩૭૭, જેસીરેટ ઋષિતા પટેલ મો. નં. ૯૪૨૯૯ ૦૫૨૫૧ જેસી રચના રૂપારેલ મો. નં. ૮૯૮૦૬ ૬૯૯૫૭  આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રેસીડેન્સ જેસી ક્રિના માંડવીયા, સેક્રેટરી રીમા શાહ, ફાઉન્ડર પ્રેસીડેન્ટ અશ્ર્વિન ચંદારાણા, જેસી ગીરીશ ચંદારાણા, જેસી મિતેષ પટેલ, ટ્રેઝરર જેસી મનીષ પલાણ, નિશિત જીવરાજાની, વાઇસ પ્રેસીડેન્ટ જેસી વિશાલ પંચાસરા, જેસીરેટ ચેરપર્સન ઋષીતા પટેલ, જેસીરેટ શીલુ ચંદારાણા, જેસીરેટ હેતલ દોશી, જેસી પ્રતિક દોશી, જેસી મૌલિક માધાણી જેસી સ્વાતિ રાજયગુરુ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.