Abtak Media Google News

જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ જેનો મુખ્ય ધ્યેય વ્યકિતગત વિકાસ અને ૧૮ થી ૪૦ વર્ષના યુવાનો માટેની આ સંસ્થા છે જે ૧૧૫ વર્ષથી વધારે દેશોમાં ફેલાયેલી છે. અનેક લોકલ ઝોન અને નેશનલ લેવલની ટ્રેનીંગનો આયોજન કરી જેસી અને નોન જેસી મેમ્બર્સનો વ્યકિતગત વિકાસ કરે છે.

જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલમાં જુનિયર જેસી વિંગ એટલે ૧૩ થી ૧૭ વર્ષના બાળકોની વિંગ જેમાં નિતનવીન પ્રોગ્રામને આયોજન લોકલ ઝોન અને નેશનલ લેવલે થાય છે. જુનિયર જેસી વિંગ જેસીનું ભવિષ્ય છે. જે અંતર્ગત જાસ્મીન ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન ગોધરા મુકામે જેસીઆઈ લુનાવાડા દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં ઝોન-૫,૭,૮,૯ અને ૧૩ના જુનીયર જેસી વિંગના ૧૧૦થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. તેમાં ઝોન-૭ અને જેસીઆઈ રાજકોટ યુવા જે જે વિંગ તરફથી જે જે પ્રિયાંશી ‚પારેલ અને જેજે ઈશા ચંદારાણા તેમજ જેજે ધ્રુવા ઉનડકટ આ નેશનલ લેવલની ટ્રેનીંગમાં સક્રિય રીતે ભાગ લઈ ગોધરા મુકામે બેસ્ટ પાર્ટીસીપેટ એવોર્ડ મેળવ્યો હતો. આ ત્રણેય બાળકોએ આ નેશનલ લેવલની ટ્રેનીંગમાં ઝોન-૭ સાથે સાથે જેસીઆઈ રાજકોટ યુવા અને રાજકોટનું નામ રોશન કર્યું હતું. આ નેશનલ લેવલની ટ્રેનીંગમાં ફેકલ્ટી ટીમ દ્વારા ગીફટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ જાસ્મીન ટ્રેઈનીંગમાં ઝોન-૭ માંથી ૨૦થી વધારે બાળકો અને ચેપરોન તરીકે જેસીઆઈ રાજકોટ યુવાનના હાલ ઝોન ડાયરેકટર જેસીરેટ વીંગ જેસી રચના રૂપારેલને ઝોન-૭ તરફથી મોકલવામાં આવ્યા હતા. તેમની સરસ કામગીરીને ધ્યાનમાં લઈ તેમને પણ જાસ્મીનમાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સંસ્થા યુવાનોની સંસ્થા છે જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા નિયમિત નીત-નવીન પ્રોજેકટ પ્રોગ્રામનું આયોજન જેસી મેમ્બર્સ અને નોન જેસી મેમ્બર્સ માટે કરવામાં આવે છે જે લોકોએ આ સંસ્થામાં જોડાવવા ઈચ્છતા હોય તે લોકોએ જેસીઆઈ રાજકોટ યુવા બી-૩૦૩, પુજા કોમ્પ્લેક્ષ, હરીહર ચોક, સદર બજાર ખાતે સાંજે ૪ થી ૬ સંપર્ક ફોન.૦૨૮૧-૨૨૩૭૧૪૯) ઉપર કોન્ટેક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.