Abtak Media Google News

પ્રથમ મહિલા પ્રમુખ અનિષા મચ્છર અને સેક્રેટરી હિના માકડીયા સહિત ટીમની શપથવિધિ સંપન્ન

જેસીઆઇ રાજકોટ પ્લેટીનમની ૭મી ઇન્સ્ટોલેશન સેરેમની તાજેતરમાં યોજાઇ હતી. સ્થાપક પ્રમુખ બીપીન માકડીયાના વડપણ અને માર્ગદર્શન હેઠળ જેસીઆઇ રાજકોટ પ્લેટીનમની ઇન્સ્ટોલેશન સેરેમની પુરા પ્રોટોકોલ અને શિસ્તબઘ્ધ રીતે ભવ્યાતિભવ્ય પુર્ણ થઇ હતી.

નવા વરાયેલા મહીલા પ્રમુખ અનિષા મચ્છર, સેકેટરી હિના માકડીયા, વાઇસ પ્રેસિડેન્ટ મેનેજમેન્ટ દર્શિત ભેસદડીયા, વાઇસ પ્રેસિડેન્ટ ટ્રેઇનીંગ યાસીન દોઢીયા, વાઇસ પ્રેસીડેન્ટ કમ્યુનીટી ધારા માકડીયા, વાઇસ પ્રેસિડેન્ટ બીઝનેશ વજુ જાદવ, વાઇસ પ્રેસિડેન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જાનકી કનેરીયા, ટ્રેઝરર ભરત માકડીયા, એડીટર દિનેશ પોશીયા, પીઆર.ઓ. મીલન માકડીયા, જોઇન્ટ સેક્રેટરી નીપા ભેસદડીયા: ડાયરેકટર્સ રમેશ ભેસદડીયા, કીરીટ અમૃતીયા, શ્યામલ માકડીયા, બંસી માકડીયા, મૌલિક નાયક, વિશાલ કનેરીયા અને ધર્મેન્દ્ર  રાંકજાની વિધિવત શપથવિધિ પોસ્ટ ઝોન સેકેેટરી અને સ્થાપક પ્રમુખ એવા ઇન્સ્ટોલીંગ ઓફીસર બીપીન માકડીયા દ્વારા કરવામાં આવી હતી.  ૨૦૧૮ વર્ષના પ્રમુખ પાર્થ કનેરીયા અને અને ટીમે ૨૦૧૯ની આખી ટીમને અભિનંદન અને શુભેચ્છા પાવી હતી.

પાસ્ટ પ્રેસિડેન્ટસ અક્ષય માંજરાવાલા, ભરત ભેસદડીયા,: અને રાકેશ માકડીયાની હાજરી માર્ગદર્શન રહી હતી. આ સમારોહનું મુખ્ય મહેમાન ઝોન સાન પ્રમુખ સતીષ કોયાણી, રાજીવ મકવાણા, ગીરીશ ચંદારાણા, અશ્વિન ચંદારાણા, નીતીન ધાધર, અજય રાદડીયા, વિનોદ કપુપરા, કેતન ચોલેરા, મિતેષ પટેલ, રચના રુપારેલ શિલુ ચંદારાણા જયેશ વેકરીયા જયેશભાઇ પારેખ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.