અબતકમાં ‘દાસ’ની શબ્દાંજલી વાંચી જયેશભાઈ ભાવવિભોર

સૌરાષ્ટ્રના સાવજ સમાન નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી. જેથી ‘અબતક’દ્વારા ‘દાસ’ને શબ્દાંજલી આપવા વિશેષ અહેવાલ પ્રસિઘ્ધ કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે શહેરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા મંત્રી જયેશભાઇ રાદડીયા આ અહેવાલ વાંચી ભાવુક થઇ ગયા હતા.

રાજકોટ અને મોરબીના સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા પટેલ વાડી ખાતે રકતદાન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે લોકલાડિલા નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રથમ વાર્ષિક  પુણ્યતિથિ નિમીતે સૌરાષ્ટ્રમાં ઠેકઠેકાણે લોકસેવાના કાર્યક્રમોની હારમાળા સર્જાઇ છે. આજે પટેલ વાડી ખાતે ખાસ ઉ૫સ્થિત રહેલા મંત્રી જયેશભાઇ રાદડીયાએ ‘અબતક’દ્વારા વિઠ્ઠલભાઇને અપાયેલી શબ્દાંજલી વાંચી હતી અને ભાવિવિભોર થયા હતા.

Loading...