Abtak Media Google News

ફિલ્મ અભિનેતા તરીકે કામની શરૂઆત કરીને શ્રેષ્ઠ ફિલ્મી ગાયક બની ગયા. શહંશાહએ ગઝલનું બિરૂદ મેળવ્યું, ૧૯૯૨માં તેમને પદમભૂષણ અપર્ણ થયો, તેમણે ૧૯૩૬ થી ૧૯૮૬ સુધી વિવિધ શ્રેષ્ઠ ગીતો ગાયા

ફિલ્મ ગાયક તલત મહમૂદનો જન્મ ર૪ ફેબ્રુઆરી ૧૯૨૪માં થયો હતો. તેમનું નામ ફિલ્મ જગતમાં ગઝલ સંગીત માટે હર્મ શા અમર થઇ ગયું હતું. તેમની પાસે મખમલી અવાજ હતો. જુની ફિલ્મોનાં શ્રેષ્ઠ ગીતો આજે પણ યાદ કરે છે. ખ્યાતનામ ગઝલ ગાયક જગજીતસિંહ  તેનાથી ઘણા પ્રભાવિત થયા હતા. ૧૯૫૦ થી ૧૯૬૦ નાં દશકામાં સમગ્ર દેશમાં નરમ અવાજ માટે પ્રખ્યાત થઇ ગયા હતા. તેમનું અવસાન ૯ મે ૧૯૯૮માં ૭૪ વર્ષે મુંબઇમાં થયું હતું. તેની સફળતા ફિલ્મી ગાયક કારકીર્દી ૧૯૩૯ થી ૧૯૮૬ સુધી રહી હતી.

તલત મહમૂદના હિટ ગીતો

  • ફિર વોહીશામ… વોહી ગમ…. જહાં આરા
  • મૈં દિલ હું એક અરમાન ભરા…. અનહોની
  • અશ્કોને જો પાયા હૈ….. ચાંદી કી દિવાર
  • એ ગમે દિલ કપાકરૂ…. ઠોકર
  • બે રહમ આસમાન…… બહાના
  • હમ સે આયા નગયા… દેખ કબીરા રોયા
  • સબકુછ લુટા કે હોંશમે આપે…. એક સાલ
  • યે હવા યે રાત યે ચાંદની…. સંગદિલ
  • અંઘે જહાર્ં કે અંધે રાસ્તે…. પતિતા
  • સીનેમે સુલગતે હે અરમાન….. તરાના
  • અય મેરે દિલ કહી ઔર ચલ…. દાગ
  • જાયે તો જાયે કર્હા….. પતિતા
  • મેરી યાદ મેં તુમના આંસુ બહાના…. મદહોશ
  • આંસુ સમજ કે કયુ મુજે….. છાયા
  • તેરી આંખ કે આંસુ પી જાઉ…. જહાં સરા
  • જીંદગી દેનેવાલે સુન…. દિલ એ નાર્દા
  • રાતને કયા કયા ખ્વાબ દિખાયે…. એક ર્ગાવકી કહાની

તલત મહેમુદનો જન્મ લખનવમાં થયો હતા. બચપણથી જ તેમનો લગાવ સંગીત તરફ વધુ હતો. તે રાત દિવસ મોટા મોટા સંગીતકારોના કાર્યક્રમનો આનંદ માણતા હતા. રૂઢીવાદી મુસ્લીમ પરિવારના તલતને ગાયન ક્ષેત્રે પરિવારમાંથી પ્રોત્સાહન મળ્યું ન હતું. ઘર અથવા સંગીત આ બેમાંથી જયારે પસંદગીની પરિવારની વાત આવી ત્યારે તેને સંગીત પસંદ કરીને ઘર છોડયું જો કે દશ વર્ષ પછી તેનો સ્વીકાર થયો ખરો.

એક પ્રતિભાશાળી ગાયક ઉપરાંત ખુબ જ હેન્ડસમ તલક મહેમૂદ હતા, તેથી તેને નુતન, માલાસિંહા, સુરૈયા જેવી અભિનેત્રી સાથે ઘણી ફિલ્મોમાં હિરો તરીકે કામ કર્યુ, જેમાં ૧૯૪૫માં રાજલક્ષ્મી, ૧૯૪૭ તુમ ઔર મે, સંપત્તિ-૧૯૪૯,અરમાન-૧૯૫૧, ઠોકર-૧૯૫૩, દિલે નાદાન- ૧૯૫૩, વારિસ- ૧૯૫૪, રફતાર ૧૯૫૫, દિવાલી કી રાત ૧૯૫૬, એક ગાંવકી કહાની ૧૯૫૭, લાલારૂખ ૧૯૫૮, માલિક ૧૯૫૮ ને સોનેકી ચિડીયા જેવી ફિલ્મોમાં અભિનય પણ કર્યો જેમાં તેણે અભિનેત્રી કાનન બાલા, કાનન દેવી, ભારતી દેવી, મધુબાલા, શ્યામા, નાદિરા, સુરૈયા, રૂપમાલા, નુતન- માલા સિંહા જેવી સાજે કામ કર્યુ હતું. ૧૯૬૦માં રોક એન્ડ રોલનો જમાનો આવ્યો ને તલત મહેમૂદને કામ મળવાનું ઓછું થઇ ગયું આમેય રફી-મુકેશના આગમનથી તેનાં ગીતો સંગીતકારો ઓછા લેવા લાગ્યા હતા.

૧૯૫૬માં પૂર્વ આફ્રિકામાં સંગીત કાર્યક્રમો આપવા વાળા તે પ્રથમ ભારતીય ગાયક કલાકાર હતા. તેમણે અમેરિકા, યુ.કે., વેસ્ટ ઇન્ડિસ જેવા દેશોમાં કાર્યક્રમો આપીને લોકોના દિલ જીતી લીધા હતા. ૧૯૯૧ સુધી તેઓ વિવિધ કાર્યક્રમો કરતા રહ્યા હતા. તેમણે ગાયક તરીકે ૮૦૦ થી વધુ ગીતો ગાયા છે.

તલત મહેમૂદના ગીતો સંગીત પ્રેમીઓ માટે આજે પણ ખુબ જ લોકપ્રિય છે જેટલા ફિલ્મ રીલીઝ વખતે હતા તેઓ સ્વભાવે શાંત, સરળ હતા તેમનો અવાજ મખમલી, રેશમ જેવો હતો. તેમની સાથે કામ કરતા તમામ સંગીતકારો તેમની નરમ દિલીથી પ્રભાવિત હતા. અભિનેતા દિલીપકુમાર તો તેને ‘એક આદર્શ સજજન’કહેતા હતા. મહેંદી હસન, જગજીતસિંહ જેવા વિવિધ ગઝલ ગાયકો માટે એક પથ દર્શક હતા. તલત મહેમૂદે ગઝલ ગાયન માટે જીવંત યોગદાનને કારણે તેમને ફિલ્મ જગતમાં બહુ ઉચેરૂ સ્થાન પ્રાપ્ત થયું છે. ૧૯૫૦માં શ્રેષ્ઠ મેઇલ સીંગર તરીકે બહુ જ પ્રખ્યાત હતા.

તલત મહેમુદે બંગાલી ફિલ્મ અભિનેત્રી નસરીન સાથે લગ્ન કર્યાને પુત્ર-પુત્રી જન્મ થયો હતો. તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં છાયા, ઉસને કર્હા થા, દેખ કબરા રોયા, ફૂટપાથ, સુજાતા, મદહોશ, જહાં આરા, દાગ, દિલે નાદાન, અનહોની, પતિતા, યાસ્મીન, એક ર્ગાવકી કહાની, લૈલા-મજનુ, બાબુલ, દાગ જેવી હિટ ફિલ્મોના ગીતો સંગીત રસીયા માટે અવિસ્મરણીય છે. છેલ્લે તેમણે ‘વલી એ આઝમ’ ફિલ્મમાં હેમલતા સાથે યુગલ ગીત ગાયુ જેમાં ચિત્ર ગુપ્તનું સંગીત હતું. તેમણે ૧ર ભાષાઓમાં વિવિધ ગીતો ગાયા હતા. તેમના મીઠા ગીતો લોકો આજે પણ યાદ કરે છે.૧૯૪૯માં બરસાત હિટ બની ત્યારે એ જ અરસામાં શંકર, જયકિશન નવા-નવા હતાં. બાબુલ ફિલ્મમાં તલત મહેમૂદ પાસે ગીતો ગવડાવ્યા ને હિટ થઇ ગયા. નૌશાદે શમશાહ બેગમ સાથે તલત મહેમુદના ઘણા ગીતો બનાવ્યા જે પસંદ પડી જતાં તલ તે ૧૬ ગીતો ગાયાને ગાયક કલાકાર તરીકે નામના મેળવી. નૌશાદના સાથ છુટવાથી બીજા સંગીતકારો તેમની પાસે ગીતો ગવડાવા લાગ્યા. પ૦ થી ૬૦ વચ્ચે તલત મહેમુદની ગાયકીનો સુવર્ણયુગ ગણી શકાય. અભિનેતા બનવાના શોખને કારણે ગાયકમાં ઘણી ફિલ્મો છુટી ગઇ પણ જેટલી ફિલ્મોમાં ગીતો ગાયા તે બધા જ લાજવાબ ગીતો ગાયા હતા. જે ને આજે પણ જાના ગીતોના ચાહકો યાદ કરે છે.

તેમણે દર્દ અને પ્રેમના શ્રેષ્ઠ ગીતો સાથે કેટલીક અદભૂત ગઝલો પણ ગાઇ હતી. ૧૯૬૦ની શરૂઆતમાં બહુ જ કામ ઓછું થયું. ‘સુજાતા’ફિલ્મનું ‘જલ તે હે જીસો લીયે’ગીતએ જમાનામાં શ્રેષ્ઠ ગીત તરીકે ગણાવા લાગ્યું. પણ ૧૯૬૬ માં ‘જર્હાં આરાં ’ ગીત ગાયાને પછી મદન મોહનના આવ્યા બાદ ફિલ્મ સંગીતનું સ્વરુપ બદલાયું ને તલત મહેમૂદ જેવા અવાજ માટે કોઇ તક ન રહી, પછી ગેર ફિલ્મી ગીતો માટે તે પર્યાય બની ગયા હતા. તેમનો અવાજ ગઝલ ગાયન માટે બહુ જ ફિટ હતો. માત્ર ૧૬ વર્ષની વયે આકાશવાણી લખનવમાં ગાવાનો મોકો મળ્યો એચ.એમ.વી. કંપનીએ તેમની પ્રથમ રેકોર્ડ બનાવી ત્યારે માત્ર ૬ રૂા. માંગીને રેકોર્ડ કર્યુ હતું. જેની રેકોર્ડ સેલીંગ પણ રેકોર્ડ તોડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.