જયદેવ ઉનડકટ ઈન્જર્ડ: સૌરાષ્ટ્ર સામે મુંબઈ મજબૂત

૮૮ રનમાં ૪ વિકેટો ગુમાવી દીધા બાદ ઈનફોર્મ બેટ્સમેન સરફરાજ ખાને ટીમનો રકાસ ખાળ્યો: ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૩ વિકેટો ખેડવી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી એલીટ ગ્રુપ-બીના સૌરાષ્ટ્ર સામેના મેચમાં મુંબઈના સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. માત્ર ૮૮ રનમાં ૪ વિકેટો ગુમાવી દીધા બાદ ઈન્ફોર્મ બેટ્સમેન સરફરાઝ ખાને બાજી સંભાળી હતી અને ટીમનો રકાશ ખાળ્યો હતો. આ લખાય છે ત્યારે મુંબઈએ ૪ વિકેટના ભોગે ૧૫૦ રન બનાવી લીધા છે. સરફરાઝ ૫૦ રન સો મક્કમતાપૂર્વક સૌરાષ્ટ્રના બોલરોનો સામનો કરી રહ્યો છે.

મુંબઈના સુકાની તારેએ ટોસ જીતી બેટ્સમેનો માટે સ્વર્ગ સમી ખંઢેરીની પીચ ઉપર બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. હાલ પોઈન્ટ ટેબલ પર નંબર ૩નું સન ભોગવી રહેલી સૌરાષ્ટ્રની ટીમને આજે મોટો ફટકો પડ્યો હતો. ફર્સ્ટકલાસ ક્રિકેટમાં ૩૦૦થી વધુ વિકેટ લેનાર જયદેવ ઉનડકટની નસ ખેંચાઈ જવાના કારણે આજે તે મુંબઈ સામેની મેચ રમી શકયો ન હતો. તેના સને અર્પીત વસાવડાએ ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. મુંબઈની શરૂઆત સારી રહી હતી. બન્ને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે ૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી. જો કે, પ્રથમ વિકેટ પડ્યા બાદ માત્ર ૮૮ રનના સ્કોરે મુંબઈએ અન્ય ૩ વિકેટો ગુમાવી દીધી હતી. સૌરાષ્ટ્ર તરફી સ્પીનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ૩ વિકેટ અને ઓલરાઉન્ડર પ્રેરક માંકડે ૧ વિકેટ ખેડવી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે, મુંબઈની ટીમ ખુબજ સસ્તામાં ઓલઆઉટ થઈ જશે પરંતુ ચાલુ રણજી સીઝનમાં એકવાર ત્રેવડી સદી અને એકવાર બેવડી સદી ફટકારનાર સરફરાઝ ખાને ટીમનો રકાશ ખાળ્યો હતો અને ટીમને સ્થીરતા બક્ષી હતી. આ દરમિયાન શરફરાજ ખાને સૌરાષ્ટ્ર સામે અર્ધ સદી ફટકારી હતી. આ લખાય છે ત્યારે સરફરાઝ ૬ ચોગ્ગા અને ૧ સીકસર સો ૧૦૫ બોલમાં ૫૨ રન પર જ્યારે એસ.મુલાની ૧ સીકસર અને ૩ ચોગ્ગા સો ૨૫ રન સો રમી રહ્યો છે. બન્ને વચ્ચે ૫મી વિકેટ માટે અણનમ ૭૦ રનની ભાગીદારી નોંધાઈ છે. સૌરાષ્ટ્ર પોતાની ૬ મેચ પૈકી ૩ મેચમાં જીત મેળવી ચૂકયું છે. આ ત્રણેય મેચમાં સુકાની જયદેવ ઉનડકટ મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે ત્રણેય મેચમાં ૧૦થી વધુ વિકેટ ખેડવી છે. આજની મેચમાં તે ઈન્જર્ડ તાં સૌરાષ્ટ્રને મોટો ફટકો પડ્યો છે. ઉનડકટની ગેરહાજરીમાં સામાન્ય સ્કોરમાં પણ મુંબઈની ૪ વિકેટ ખેડવ્યા બાદ સૌરાષ્ટ્રના બોલરો તેનો પુરતો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. મુંબઈ ૪ વિકેટના ભોગે ૧૫૮ રન બનાવી લીધા છે. જયદેવ સૌરાષ્ટ્ર તરફથી રમનાર એક માત્ર એવો ખેલાડી છે કે જેણે ૩૦૦ વિકેટો ઝડપી છે.

ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ લેનાર જયદેવ ઉનડકટનું સૌરાટ્ર ક્રિકેટ એસો.એ કર્યું સન્માન

ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ લેનાર જયદેવ ઉનડકટનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહે સૌરા-ટ્ર અને મુંબઇ વચ્ચેના રણજી ટ્રોફી મેચના પ્રારંભ પૂર્વે બંન્ને ટીમ અને ક્રિકેટ મેચના સત્તાધીશોની હાજરીમાં સન્માન કર્યુ હતું. સૌરાષ્ટ્ર્રના પ્રતિભાવંત જયદેવ ઉનડકટે પોતાનો સતત સારો દેખાવ કરી બીસીસીઆઇના ઘર આંગણાના મેચમાં સૌરાષ્ટ્ર્રનો ઝંડો ઝળહળતો રાખ્યો છે. ૧૮ ઓકટોબર ૧૯૯૧માં પોરબંદર ખાતે જન્મેલા જયદેવ ઉનડકટ ડાબોડી મિડીયમ પેસર છે.ર૦૧૦/૧૧માં રમાયેલા સૌરાષ્ટ્ર મુંબઇ વચ્ચેના રણજી ટ્રોફી મેચથી તેણે ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું. ર૦૧૩/૧૪માં સૌરાષ્ટ્ર મઘ્યપ્રદેશ વચ્ચે રમાયેલા રણજી ટ્રોફી મેચની સીઝનમાં તેણે ૧૦૦ વિકેટ લીધી હતી.તેણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન ખાતે સૌરાટ્ર ગુજરાત વચ્ચેની રણજી ટ્રોફી સીઝન ર૦૧૭/૧૮માં ર૦૦ વિકેટ લઇ વિક્રમ સજર્યો હતો. આ ઉપરાંત તેણે વડોદરા ખાતે સૌરાષ્ટ્ર્ર વડોદરા વચ્ચે રમાયેલા રણજી ટ્રોફી ર૦૧૯/ર૦ મેચમાં ૧ર વિકેટ લેવા સાથે ૩૦૦ વિકેટ લેવાનો વિક્રમ સજર્યો હતો. આ મેચમાં તેણે ચોથી વખત ૧૦થી વધુ વિકેટ લેવાનો વિક્રમ સજર્યો હતો. તેણે એક ઇનીંગમાં પાંચથી વધુ વિકેટ ૧૭ વખત લીધી છે. આઇપીએલમાં જયદેવનો દેખાવ નોંધનીય રહયો છે. તે છેલ્લી ઓવરમાં ૩ વિકેટ લેનાર એકમાત્ર બોલર છે. આઇપીએલ ર૦૧૭માં તેણે હેટ્રીક સર્જી હતી. તેણે બીસીસીઆઇની ઘર આંગણાની મેચ હોય, ટેસ્ટ હોય કે વન ડે,ટીર૦ કે આઇપીએલમાં સારો દેખાવ કર્યો છે.તે અત્યાર સુધીમાં ૧ ઇન્ટરનેશનલ ટેસ્ટ,૭ વનડે, ૧૦ ટીર૦ ઇન્ટરનેશનલ, ૮પ ફર્સ્ટ કલાસ મેચ,૯૪ એ મે,અને ૭૩ આઇપીએલ મેચ રમ્યો છે. જયદેવ ઉનડકટે વર્તમાન ક્રિકેટમાં આપેલા ઉત્કૃષ્ઠ યોગદાન માટે એસસીએ તેને અભિનંદન આપી તેની અવિરત પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી.

Loading...