Abtak Media Google News

કુંવારીકા અને પરિણીતા આ વ્રત કરી શકે છે: પાંચ દિવસ સુધી શિવ પાર્વતીનું પૂજન કરાશે

અષાઢ સુદ તેરશને બુધવાર તા.૨૫ના દિવસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થશે આ વ્રત બહેનો પાંચ દિવસ સુધી કરશે

જયા પાર્વતી વ્રતમાં બુધવારે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી શિવ પાર્વતીનું પૂજન કરવું પૂજનમાં સંકલ્પ કરવો સારા પતિની પ્રાપ્તી થાય અને દાંમ્પત્ય જીવન સુખ શાંતીથી પસાર થાય આ વ્રતમા પાંચેય દિવસ મીઠા વગરનું ભોજન લેવું અને પાંચેય દિવસ એકટાણુ કરવું અને છેલ્લા દિવસે આખી રાત્રીનું જાગરણ કરવું જાગરણમાં ઈષ્ટદેવનું સ્મરણ તથા જપ કરવા આમ પાંચ વર્ષે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં છઠ્ઠા દિવસે એક ત્રણ અથવાતો પાંચ અમે યથા શકિત સૌભાગ્યવતી સ્ત્રીઓને જમવા બોલાવી યથા શકિત વસ્ત્ર સૌભાગ્ય ચિન્હો આપવા પહેલા ના જમાનામા માત્ર પરણીત સ્ત્રીઓને આવ્રત રહેતી પરંતુ અત્યારના સમયમાં કુંવારી સ્ત્રીઓ આવ્રત કરે છે.

વ્રત કથા :

એક ગામમાં બ્રાહ્મણ દંમ્પતી રહેતા હતા તેમને સંતાન હતુ નહિ એક દિવસ તેમના ઘરે નારદજી જાય છે. બ્રાહ્મણ તેમને તેમનું દુ:ખ કહે છે ત્યારે નારદજી કહે છે એક જગ્યાએ જંગલમાં મહાદેવજીનું શિવલીંગ છે. ત્યાં કોઈ પૂજા કરતું નથી તેમનીપુજા કરો મહાદેવજી તમારૂ દુ:ખ દૂર કરશે.બ્રાહ્મણ દંમ્પતી વનમાં જાય છે. ત્યાં શિવલીંગ જોવે છે. ત્યાં રહેઠાણ બનાવી રોજ મહાદેવની પૂજા કરે છે. આમ એક દિવસે બ્રાહ્મણને સાપ કરડે છે તે મૃત પામે છે. બ્રાહ્મણ પત્ની પાર્વતીમાતાજીને પ્રાર્થના કરે છે. પાર્વતીજી વનદેવીના રૂપમાં પ્રગટ થાય છે. પાર્વતીજી બ્રાહ્મણ પર હાથ ફેરવે છે. બ્રાહ્મણ સજીવન થાય છે. બને પતી પત્ની માતાજીને પગે લાગે છે. અને પોતાનું દુ:ખ કહે છે ત્યારે પાર્વતી માતાજી કહે છે તમે જયાપાર્વતીનું વ્રત કરો. તેના પ્રભાવથી તમારા બધાદુ:ખ દૂર થશે. તેનાથી તમને જરૂર સંતાન થશે.

બ્રાહ્મણ જયાપાર્વતીનું વ્રત કરે છે. અને સંતાનની પ્રાપ્તી થાય છે. વ્રત પૂજા

બુધવારે સવારે મંદિરે જય જયાપાર્વતીનું પૂજન કરવું પૂજનમાં સંકલ્પ કરી ફુલ નાગલા ચુંદડી અર્પણ કરવા અબીલ ગુલાલ કંકુ અર્પણ કરવા કમળકાકડી સાકર તજ, લવીંગ એલચી, નાગરવેલનું પાન અર્પણ કરવું ફળ અર્પણ કરવું અગરબતી કરી આરતી ઉતારવી ત્યારબાદ ક્ષમા માગવી પ્રાર્થના કરવી સાથેવાવેલા જવારાનું પણ આજ રીતે પૂજન કરવું. દરરોજ સવારે ઘરમાં પાણીઆરે અથવાતુલસી કયારે જવારા રાખી પાસે દીવો કરવો અને દરરોજ પાંચેય દિવસ જવારાનું પણ પૂજન કરવું. અષાઢ વદ બીજને રવિવારે જાગરણ કરી શકાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.