Abtak Media Google News

કલેકટરે મિલકત જપ્તીના આદેશ આપતા વેપારી લાનેની બાકી રકમ રૂ.૧.૬૫ કરોડ ચૂકવવા તૈયાર

જેતપુરના ચાંદની ચોક ફૂલવાડી મેઇન રોડ ઉપર આવેલ એક ડ્રેસ મટીરીયલ્સના વેપારીએ બે વર્ષ પહેલા રાજકોટની બેંકમાંથી લીધેલી લોનના રૂપિયા સમયસર ન ભરતા બેંક દ્વારા નોટીસો આપ્યા બાદ જિલ્લા કલેકટરે કબજા લેવાની આખરી ચેતવણી બાદ માલીકે ટ્રિબ્યુનલમાં રૂપિયા ભરવાની તૈયારી બતાવતા હાલ આ વેપારીની સંપતીને સીઝ થતાં બચી હતી.

જેતપુરના ચાંદની ચોક ફૂલવાડી મેઇન રોડ ઉપર આવેલ ઠાવકી ફેશનના માલીક અતુલકુમાર ભાયલાલભાઇ મચ્છરએ રાજકોટની દેનાબેંક ભક્તિનગર બ્રાન્ચમાંથી લોન તા.૩૦/૪/૧૬ સુધી બાકી રકમ રૂ.૧૪૧૮૪૪૩પ તથા તેના ઉપર ચડત વ્યાજની રકમ વસુલાત માટે જિલ્લા કલેક્ટર રાજકોટએ તા.૮/પ/૧૭ના રોજ ઠાવકી ફેશનના શોરૂમ વાળી મિલકત કબજે લઇ બેંકને સોપી આપવા હુકમ કહેલ હતો.

જો કે જેતપુરમાં બેંક ઓફ બરોડા દ્વારા અમરનગર રોડ ઉપર એક બંગલામાં સીલ મારી બેંકને સોપવામાં આવેલ, જેથી હવે કોઇ છટકબારી નહીં રહે તેવો ખ્યાલ ઠાવકી ફેશનના માલીકને થતાં તેઓએ તાત્કાલીક ડેલ્ટ રિકવરી ટ્રિબ્યુનલ  અમદાવાદમાં અરજ કરી રૂ.૧ કરોડ ૬પ લાખ ભરી આપવાની તૈયારી બતાવતા, ટ્રિબ્યુનલે હાલ પુરતી જપ્તી કાર્યવાહી મોકુફ રાખવા સુચના આપેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.