Abtak Media Google News
રાજકોટ ગ્રામ્ય જીલ્લાનાં I/C પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબે  તથા શ્રી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ જેતપુર વિભાગનાઓ ના તરફ થી દારૂ તથા જુગાર ની બદીને નાબુદ કરવા માટે સુચના આપેલ હોય જે અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. એચ. એ.જાડેજા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ચોકીધાર ચેક પોસ્ટ  ખાતે આવતા જતા વાહનો નુ ચેકીગ કરતા હતા તે દરમ્યાન કલાક 1:15 વાગ્યે જુનાગઢ  તરફથી એક ઓટો રિક્ષા શંકાસ્પદ હાલતમા નીકળતા તેને રોકી ચેક કરતા પાછળની શીટમા રાખેલ વિમલના થેલા નગ ૪ પડેલ હોય જે ખોલી જોતા તેમાંથી પાચ પાચ લીટરની  ક્ષમતાવાળા વાળા પારદર્શક કેફી પવાહી ભરેલ બુગીયા નગ ૪૦ ભરેલ હોય જે કુલ દેશી દારૂ લી.૨૦૦ કિ.રૂ.૪,૦૦૦/ તથા ઓટો રિક્ષા રજી નંબર જી.જે.૦૩.બી.ટી.૧૩૮૧ ની કિ.રૂ.૧૦,૦૦૦/ તથા એક સેમસંગ કપની નો મોબાઇલ ફોન નગ ૧ કિ.રૂ.૫૦૦/ ગણી કુલ મુદામાલ રૂ.૧૪,૫૦૦/  સાથે આરોપી ઇરફાન હારૂનભાઇ મુલ્લા રહે બહારપુરા કુંભારવાડા બદ્રાસા કોલોની ધોરાજી ને પકડી પાડેલ છે.

આ સમગ્ર કામગીરીમાં પો.સબ.ઇન્સ. એચ.એ.જાડેજા  તથા હેડ કોન્સ ભુરાભાઇ તથા પો.કોન્સ ,ધર્મેન્દ્રભાઇ તથા નિલેશભાઇ તથા રાજુભાઈ શામળા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.