Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. પી.જે બાંટવા‌ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ભુરાભાઈ માલીવાડ ને મડેલ હકીકત નાં આધારે પેઢલા ગામ ને.હા. રોડ પરથી પીયાગૉ રિકસા સાથે ચાર ઇસમો 1, અકતર યુસુફભાઈ કાસમાણી રહે. જુનાગઢ 2, ઇમરાન આમદભાઇ જેઠવા રહે વંથલી 3, બીબીબેન વા/ઓ જૂસબભાઇ અલારખાભાઇ સાઢ રહે રવની હાલ ઝાઝરડા ગામ જુનાગઢ ૪, ફાતિમાબેન વા/ઓ જુમ્માભાઈ સમા રહે જુનાગઢ વાળાઓને દેશી દારુ લીટર 510 તેમજ રિકસા નંબર GJ7VW 9144 મળી કુલ 60,200 મુદામાલ ના સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.

Img 20181102 Wa0017આ કામગીરીમાં પો.સ.ઈ. પી.જે.બાંટવા તથા પો.હેડ.કોન્સ ભુરાભાઇ માલીવાડ તથા પો.કોન્સ રાજુભાઈ શામળા પો. કોન્સ નીલેશભાઈ ડાંગર તથા પો.કોન્સ. અનિલભાઇ બડકોદીયા તથા પો.કોન્સ ભીખુભાઈ ગોહીલ તથા પો કોન્સ ભાવનાબેન હીરપરા વિગેરે સ્ટાફ ના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.