Abtak Media Google News

પશુઓને પાંજરાપોળ મોકલી, ભુવા પાસેથી પશુબલી બંધની બાહેધરી લેવાઇ 15 પશુઓની બલીની માનતા માની હતી… 

નાગડકા ગામે આવેલા માતાજીના મઢે પશુઓની બલી ચઢવાની હોવાની બાતમી વિજ્ઞાન જાથાની ટીમને મળી હતી. આથી પોલીસને સાથે રાખી રેડ કરી આઠ પશુઓની કતલ થતી બચાવી લેવાઇ હતી. આ પશુઓને પાંજરાપોળમાં મોકલી આપી ભુવાઓ પાસે પશુબલી બંધની બાહેધરી પણ લેવાઇ છે.

હાલના 21મી સદીના યુગમાં પણ હજુ અમુક જ્ઞાતિઓમાં પશુઓને બલી ચઢાવવાની પરંપરા છે. સાયલા તાલુકાના નાગડકા ગામમાં તા. 18ને રવિવારે રાત્રે માતાજીના મઢે પશુઓને બલી ચઢાવવાના હોવાની માહિતી વિજ્ઞાન જાથાના જયંતભાઇ પંડયાને મળી હતી. આથી સાયલા પોલીસને સાથે રાખી દરોડો કરાતા આઠ પશુઓને બલીએ ચઢાવાય તે પહેલા ટીમ ત્રાટકી હતી. તપાસ કરતા પહેલા 15 પશુઓની બલી ચઢાવવાની હતી. પરંતુ ભુવાએ ધૂણ્યા બાદ 6 બોકડા અને બે ઘેટા સહિત આઠ પશુઓની જ મંજૂરી માતાજીએ આપી છે તેમ જણાવતા 7 પશુઓને પરિવારોને પરત આપી દેવાયા હતા. જાથાની ટીમે પશુઓને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. જયારે ભુવા પાસે પશુબલી બંધની બાહેધરી પણ લેવાઇ હતી.

પશુના કાનનો કટકો કરી ધરાવવાની તૈયારી થતી હતી. જાથાની ટીમ બે સભ્યો સાદા વેશમાં અગાઉથી નાગડકા પહોંચી ગયા હતા. જેમાં જે પરિવારોએ બલીની માનતા હતી તે સીવાય અમુક લોકોને પશુ બલીની પ્રસાદીમાં પણ રસ હોવાનું જાથાની ટીમે જણાવ્યુ હતુ.

નાગડકાના માતાજીના મઢે માતાજી પાસે આઠ પશુઓની બલીની મંજૂરી મળતા જ ભુવાએ ધુણવાની સાથે વીધી વિધાન ચાલુ કરી દીધા હતા. આઠ પશુઓને લાવી તેમના પર અબિલ, ગુલાલ, પાણી, કંકુનો છંટકાવ કકરી તેમના કાનનો કટકો કરી માતાજીનો ધરાવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.