Abtak Media Google News

પરશુરામ સેના દ્વારા જેતપુર ખાતે ૮માં સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત ઉત્સવનું આગામી રવિવારના રોજ જીમખાના મેદાન, બસ સ્ટેન્ડ સામે આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. સાથે અન્ય કુલ-૭ બટુકો યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરશે.

નવદંપતિઓને કુલ ૭૨ જાતની ઘર-વપરાશની ચીજ-વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવશે. જેમાં કુલ ૭૦ દાતાઓ સહયોગ આપી રહ્યાં છે. જેની વિગત આપવા હિતેશ જોષી, પરેશ જોષી, જીતેન્દ્ર પંડયા, અશોક ઠાકર, સંજય દવે, ચિરાગ ઠાકર અને જયંત પંડયાએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી. કરીયાવરમાં ભગવાન પરશુરામની છબી, મંગલસુત્ર, કાનની બૂટી, સોનાની ચૂક, ચાંદીના સાંકળા, કબાટ, શેટ્ટી, ખુરશી નંગ-૨, ટીપોય, ડબલ બેડ ગાદલુ, ઓશીકા નંગ-૨ સહિત ઘરવપરાશ અને ફર્નીચરની અનેક ચીજ-વસ્તુઓ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોટી હવેલીના પૂ.પ્રિયાંકરાયજી મહોદય બીરાજમાન થશે તેમની સાથે પોરબંદર મત વિસ્તારના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયા તેમજ ગુજરાત રાજયના મંત્રી જયેશભાઈ રાદડીયા ખાસ ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય અતિથિ વિશેષપદે રાજકોટના મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, અભયભાઈ ભારદ્વાજ, રામભાઈ મોકરીયા, જીતુભાઈ મહેતા, કોર્પોરેટર બીનાબેન આચાર્ય, હરેશભાઈ જોષી, જયંતભાઈ ઠાકર, વી.આઈ.પંડયા ખાસ ઉપસ્થિત રહેનાર છે.

અન્ય અતિથિ તરીકે શાસ્ત્રીજી રમેશભાઈ ઠાકર, રવીભાઈ આંબલીયા, મહંત વસંતબાપુ, રવીદર્શન મહારાજ, ડો.ભરતભાઈ જાની, ડો.જીજ્ઞેશભાઈ મહેતા, હરેશભાઈ પંડયા, ચેતન મહારાજ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમ તા.૨૧ને રવિવારના સવારે ૫:૩૦ કલાકથી મંડપારોપણ, ૬ કલાકે ગ્રહશાંતિ, ૬:૩૦ કલાકે યજ્ઞોપવિત, ૭ કલાકે જાન આગમન, ૧૦ કલાકે વરઘોડો, ૧૦;૩૦ કલાકે હસ્તમેળાપ, ૧૧ કલાકે આશીર્વચન, ૧૧:૩૦ કલાકે ભોજન સમારંભ અને અંતમાં બપોરબાદ જાન વિદાય યોજાશે. આ સમગ્ર કાર્યક્રમના આચાર્યપદે નૈમિષભાઈ ભટ્ટ પોતાની સેવા આપી આ શુભ કાર્યને દિપાવશે. આ સમૂહ લગ્નને લગતીવિશેષ માહિતી માટે મો.૯૮૨૫૮ ૧૧૨૭૮ ઉપર સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.