Abtak Media Google News

કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધના એલાન દરમિયાન બસને સળગાવવાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધાયો ’તો

શહેરના ઢેબર રોડ પર આવેલા નાગરીક બેંક ચોક સ્થિત વર્ષ ૨૦૧૩માં આઇ.પી.એસ. ઓફીસર ના લેટર બોંબના મામલે ગુજરાત બંધના એલાન દ્વારા એસ.ટી. બસ સળગાવાના પ્રયાસમાં ગુનાનો કેસ અધિક સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે પૂર્વ શહેર કોંગી પ્રમુખ સહીત આઠ કોંગીના કાર્યકરોને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ બોગસ એન્કાઉન્ટર પ્રકરણમાં જેલવાસ દરમિયાન આઈપીએસ અધિકારી વણજારાનાં એક લેટરબોમ્બ બાબતે ભારે ઉહાપોહ  જાગ્યો હતો. જે બાબતે ગુજરાતમાં થયેલા તમામ એન્કાઉન્ટર ગેરકાયદે હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૦૧-૦૯-૨૦૧૩નાં ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. અને તે દિવસે જ રાજકોટનાં ગોંડલ રોડ પર કોઈએ બસ ઉભી રાખીને બસ પર પેટ્રોલ નાખ્યું હતું.

પણ કોઈ અઘટિત બનાવ બનેલ ન હતો. તેમાં એસટી બસ ડ્રાઈવરની ફરિયાદ ઉપરથી પોલીસ તંત્રે રાજકોટ શહેર કોંગ્રેસનાં આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, રણજીતભાઈ મુંધવા, કરશનભાઈ રાઠોડ, દિપેનભાઈ ભગદેવ, ભરતભાઇ આહિર, રમેશભાઈ તલાટીયા, બળવંત ભાઈ છાટબાર તથા વિક્રમભાઈ સોલંકીની ધરપકડ કરી હતી.  બાદમાં જામીનમુક્ત થયા હતા.

આ કેસ ચાલવા ઉપર આવતા કોર્ટમાં ફરિયાદી ડ્રાઈવરે સમર્થન કર્યું ન હતું. દરમિયાન આ કેસ સેશન્સ કોર્ટમાં આકેસ ચાલી જતા એડિશનલ જજ વી.વી. પરમારે કોંગી આગેવાન જશવંતસિંહ ભટ્ટી સહિતના આઠેય આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ સત્યજિત ભટ્ટી, નરેન્દ્રસિંહ જાડેજા, પિયુષભાઈ લાવડિયા રોકાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.