જસપ્રિત બુમરાહ ઈજાને કારણે દ.આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં રમી શકશે નહીં, જાણો કોને સમાવેશ કરવામાં આવ્યો?

172

ઝડપી બોલર જસપ્રિત બુમરાહ લોઅર બેક ફ્રેક્ચરના કારણે ઓછામાં ઓછું 8 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે. આ કારણે તે દ.આફ્રિકા સામે 2 ઓક્ટોબરથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝમાં રમી શકશે નહીં. તેના સ્થાને ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરાયો છે.

બુમરાહ 3 થી 26 નવેમ્બર સુધી બાંગ્લાદેશ વિરુદ્ધ યોજાનારી 3 ટી-20 અને 2 ટેસ્ટની સીરિઝમાં પણ નહીં ઉતરી શકે. બોર્ડની માહિતી અનુસાર, બુમરાહ હવે એનસીએમાં રહેશે. મેડિકલ ટીમ તેની પર નજર રાખી રહી છે.

બુમરાહની ઈજા અંગે વહેલી તકે જાણ થઈ ગઈ, જો તેમાં મોડું થાત તો લાંબો સમય સુધી તેને ટીમની બહાર રેહવાનો વારો આવતો.

Loading...