Abtak Media Google News

પોતાના સમયમાં દુનિયાના સૌથી બેસ્ટ બોલર્સમાંથી એક રહેલા, મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ શેન બોન્ડે જસપ્રીત બુમરાહને લીમિટેડ ઓવરોમાં ક્રિકેટનો વર્લ્ડ નંબર વન બોલર બતાવ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના પહેલા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે મેચ પહેલા વાનખેડે સ્ટેડિયમમાં બોન્ડે આ ટિપ્પણી કરી. બોન્ડે કહ્યું કે, જસપ્રીત મેચના નાના ફોર્મેટમાં નંબર 1 બોલર છે. જો તમે વર્લ્ડ ક્રિકેટમાં લીમિટેડ ઓવરોમાં ક્રિકેટ વિશે કોઈની પણ સાથે વાત કરો, તો તેઓ આ ખેલાડી (બુમરાહ)ને ટોપ ત્રણમાં રાખે છે.

Bumrah N Bondબોન્ડે કહ્યું કે, દરેક ટીમ એક એવા વ્યક્તિને શોધી રહી છે જે ખાસ રીતે ઈનિંગના અંતમાં પોતાનું કામ કરી જાય અને આ માટે જસપ્રીતથી સારો બોલર નથી. ટેસ્ટ ક્રિકેટમાં તેની શરૂઆત પણ સારી રહી છે. આ ત્રણ વર્ષો દરમિયાન દરેકે તેને બધા ફોર્મેટ્સમાં સારો ઓલ-રાઉન્ડ બોલર બનતા જોયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.