Abtak Media Google News

રોહિત શર્માના ૧૪૦ રન તા કુલદિપ અને શંકરની નિર્ણાયક બોલીંગે પાકિસ્તાનને રગદોળ્યું 

વિશ્વકપનો ૨૨મો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયો હતો. જેમાં ટોસ હાર્યા બાદ પ્રમ બેટીંગ કરતા ભારતે ૩૩૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રોહિત શર્માની સદી અને કોહલીના ૭૭ રનની ઈનીંગ બાદ હાર્દિક પંડયા, વિજય શંકર અને કુલદિપ યાદવે ચુસ્ત બોલીંગ કરતા ભારતને વિશ્વકપમાં પાકિસ્તાન પરનો વિજય દબદબો જાળવી રાખ્યો હતો.

ભારતે આ સો પાકિસ્તાન સામે વિશ્વકપની તમામ મેચો જીતવાનો સીલસીલો આગળ ધપાવતા સતત ૭મો વિજય મેળવ્યો હતો. વર્લ્ડ રેન્કીંગમાં બીજુ સન ધરાવતા ભારતે આ જીત સો સેમી ફાઈનલમાં પ્રવેશવા તરફની આગેકુચ કરી છે. જ્યારે પાકિસ્તાન હવે વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ જવાના આરે ધકેલાઈ ગયું છે. માનચેન્ટરમાં ઉપસ્થિતિ હજારો ભારતીય ચાહકોએ તિરંગાની સાથો સાથ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમનો જુસ્સો વધાર્યો હતો. ત્યારે ભારતીય ટીમની જીતનો ગુજરાતનો હાર્દિક પંડયા, કુલદિપ યાદવ અને વિજય શંકર ઝળકયા હતા.

ટોસ હાર્યાની સાથો સાથ જ્યારે ટીમ ઈન્ડિયા બેટીંગ કરવા મેદાન પર ઉતરી ત્યારે ભારતીય બેટ્સમેનોએ લડાયક મીજાજ દર્શાવતા પાકિસ્તાનની નબળી બોલીંગને ઉઘાડી પાડી હતી. ભારતે વરસાદની અનિશ્ચિતતાઓ તેમજ શરૂઆતમાં ભુવનેશ્વરની ઈજા જેવા આંચકાઓ સહન કરવા છતાં પાકિસ્તાનને એક તરફી મેચમાં હરાવ્યું હતું. આ જીત સો ભારતે સેમી ફાઈનલ તરફ આગેકુચ કરી છે. હવે પાકિસ્તાનની બાકી રહેતી મેચો તેમના મજબૂત હરિફો સામે છે જ્યારે ભારત માટે હવેની મેચો આસાન બનશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

રોહીત શર્મા અને લોકેશ રાહુલની જોડી સૌપ્રમ વખત ઓપનીંગમાં સો ઉતરી હતી. જેના કારણે શરૂઆતના તબકકે તેમની વચ્ચે તાલમેલનો અભાવ પણ જોવા મળ્યો હતો. જો કે, પાકિસ્તાનની કંગાળ ફિલ્ડીંગને કારણે રોહિત શર્માને બે વખત જીવનદાન મળ્યું હતું. ભારતની ઈનીંગની ૧૦મી ઓવરના પહેલા બોલ પર રાહુલે એક રન લીધો હતો જે પછી રોહિત શર્માએ બીજો રન લેવા દોડ લગાવી હતી જો કે, લોકેશ રાહુલ અટકી જતા રોહિત લગભગ સામેના છેડે પહોંચી ગયો હતો. જો કે, પાકિસ્તાન ટીમના ફિલ્ડર ફકર ઝમાને સ્ટ્રાઈક એન્ડના બદલે નોન સ્ટ્રાઈક એન્ડ પર થ્રો કરતા રોહિત શર્માને પાછા ફરવાની તક મળી હતી.  જ્યારે બોલ વિકેટ કિપર સરફરાજ અહેમદ સુધી પહોંચ્યો ત્યાં સુધી રોહિત સલામત રીતે ક્રિઝમાં પહોંચી ગયો હતો.

વિશ્વકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાયો હતો તેમાં જીતવા માટે જ્યારે ભારતે ૩૩૭  રનનો લક્ષ્ય આપ્યો ત્યારે બોલીંગમાં આવેલા ભુવનેશ્ર્વર કુમારને ડાબા પગમાં નિગલની ઈજા તાં તે પેવેલીયનમાં પરત ફર્યો હતો. ટીમ મેનેજમેન્ટ દ્વારા માહિતી મળી રહી છે કે, ભુવનેશ્વર આવતી બે થી ત્રણ મેચો નહીં રમી શકે. ત્યારે ભુવનેશ્વરની ખામી ભારતીય ટીમ માટે કેટલા અંશે સાલસે તે આગામી સમય જ જણાવશે.

સચિનનો ૧૧૦૦૦ રનનો ‘વિરાટ’ રેકોર્ડ ‘ઝડપી’ તોડતો કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની વર્લ્ડકપમાં ૭૭ રનની મહત્વપૂર્ણ ઈનીંગ રમી હતી. જેના કારણે ટીમનો સ્કોર ૩૦૦થી વધુ રન પર પહોંચ્યો હતો. સાો સા તેને વન-ડે કારકિર્દીના ૧૧૦૦૦ રનના માઈલ્ડ સ્ટોનને પણ પાર કર્યો હતો. કોહલીએ સૌથી ઓછી ઈનીંગમાં ૧૧૦૦૦  વન-ડે રન પૂરા કરવાની સિદ્ધી મેળવતા તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો. સચિન તેંડુલકરે ૨૭૬ ઈનીંગમાં ૧૧૦૦૦ રન પૂરા કર્યા હતા. જયારે વિરાટ કોહલીએ માત્ર ૨૨૨ મી ઈનીંગ રમતા આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. આ યાદીમાં ઓસ્ટ્રેલીયાનો રીકી પોન્ટીંગ કે જેણે ૨૮૬ ઈનીંગમાં ૧૧૦૦૦ રનનો લક્ષ્ય પાર કર્યો હતો. જો કે ઓવરઓલ વન-ડેમાં સૌી વધુ રન ફટકારવામાં કોહલી હાલ નવમાં ક્રમે છે. વન-ડે ક્રિકેટમાં ૧૧૦૦૦ રનનો માઈલ્ડ સ્ટોનને પાર કરનાર ત્રીજો ભારતીય ક્રિકેટ તરીકેનો રેકોર્ડ કોહલીએ નોંધાવ્યો છે.

લ્યો! પાક.નાં કપ્તાને વડાપ્રધાન ઇમરાનની સલાહ અવગણી!

માનચેસ્ટરની વિકેટ ખૂબજ મુશ્કેલ પીચ માનવામાં આવે છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદને ટોસ જીતી પ્રમ બેટીંગ કરવાનું સુચવ્યું હતું. પરંતુ તેમની સલાહની પણ તેમણે અવગણના કરી હતી. ઈમરાન ખાન જ્યારે પાકિસ્તાન તરફી ક્રિકેટ રમી રહ્યાં હતા ત્યારે તેમના દ્વારા તમામ મહત્વપૂર્ણ મેચોમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનું જ પસંદ કરતા હતા. જેનું કારણ એ પણ માનવામાં આવે છે કે, પાકિસ્તાનની ટીમની બોલીંગ ખૂબજ ચુસ્ત છે જેી ચેઈઝ કરવાના બદલે લક્ષ્ય આપવો ટીમ માટે ઘણો લાભદાયી બની રહે. પરંતુ ૨૦૧૯ના વિશ્વ કપમાં પાકિસ્તાન દ્વારા ટોસ જીતી બેટીંગ કરવાના બદલે બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો જેના કારણે ટીમનો પરાજય થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.