જસદણનું અનિલ પરમાર સર્કલ પાલિકાની બેદરકારીનો ઉતમ નમૂનો

લાંબા સમયથી સર્કલની કોઇ દરકાર ન લેવાતા અતિ જર્જરિત હાલતમાં

જસદણના આટકોટરોડ પર લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ અનિલ પરમાર સર્કલ હાલ જર્જરિત અવસ્થામાં હોવાં છતાં આ સર્કલની જસદણ નગરપાલિકા દ્વારા લાંબા સમયથી કોઈ દરકાર ન લેવાતાં ટૂંકા ગાળામાં આ સર્કલ પડીને પાદર બની જાય એવા  સંજોગો છે શહેરના આટકોટરોડ ની શોભા વધે તે માટે જે તે સમયના નગરપાલિકાના પ્રમુખ જેન્તીભાઈ રાઠોડ (જે પી રાઠોડ) એ શહેરના ઉદ્યોગપતિ અનિલભાઈ પરમારની યાદમાં તેમના પરિવારજનો સાથે લોક ભાગીદારીમાં બનાવ્યું હતું અને શહેરની શોભા વધારી હતી પણ ત્યારબાદ જસદણ નગરપાલિકામાં ઘણાં શાસનો, અધિકારીઓ બદલાયાં પણ જસદણ શહેરની અનેક મિલ્કતોની જાળવણી કરવામાં આવતી નથી એમ આ અનિલ પરમાર સર્કલની જાળવણી કરવામાં ન આવતાં હાલ દીવાલો તૂટી ગઈ છે ફૂવાંરાઓ પણ બંધ હાલતમાં છે તે પાલિકાના નવયુક્ત શાસકો અધિકારીઓએ આ સર્કલ રીપેરીંગ કરી જસદણની શોભા વધારવી જોઇયે અત્રે નોંધનીય છે કે શહેર માં અત્યાર સુધીમાં લાખો અબજો રૂપિયાના વિકાસના કામો થયાં પણ નગરપાલિકાનું સમયસરનું ચેકીંગ પોલમપોલના કારણે અનેક બાંધકામો નબળાં અને તકલાદી થયાં હોવાથી પ્રજાની પરસેવાની કમાણીરૂપે ભરાતાં વેરાઓ પાણીમાં જતાં હોવાની લોકોમાં પ્રતીતિ થઈ રહી છે.

Loading...