Abtak Media Google News

હઝરત અલી (અ.સ.)ની સ્મૃતિમાં આ દિવસ મનાવાય છે, વ્હોરા બિરાદરો પોતાના ઘરે જ વાએઝ ફરમાવશે

સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં ડો.સૈયદના સા. તરફથી ટીફીનની વ્યવસ્થા, જામનગરનો સોની પરિવાર પણ આ કાર્યમાં જોડાઈને સહભાગી બનશે

સમગ્ર દાઉદી વ્હોરા સમાજમાં આજે હઝરત અલી (અ.સ.)ની સ્મૃતિમાં ઈદે-ગદીરે-ખુમની ઉજવણી થઈ રહી છે. આ અંગે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, બોટાદ, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ભાવનગર, જસદણ, અમરેલી, ગોંડલ, પોરબંદર, જેતપુર, ધોરાજી, કાલાવડ, ધારી, પાલીતાણા, સાવરકુંડલા, ધ્રોલ, જામખંભાળીયા, મહુવા જેવા અનેક ગામોના વ્હોરા બિરાદરોએ આજે સવારથી રોઝુ પાળી પોત-પોતાના ઘરોમાં નમાઝ વાએઝમાં જોડાય હ.અલી (અ.સ.)ને ગર્વભેર યાદ કરશે.

નોંધનીય છે કે, ઈસ્લામ ધર્મના મહાન અને આખરી નબી હઝરત મોહંમદ મુસ્તુફા (અ.સ.) પોતાના જીવનની છેલ્લી હજ પઢીને આવ્યા ત્યારે તેમના અનુગામી તરીકે પોતાના જમાઈ હઝરત અલી (અ.સ.)ને જાહેર કર્યા તે સ્મૃતિમાં વર્ષોથી ઈદે-ગદીરે-ખુમ ઉજવાય છે. ખાસ કરીને હાલ દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીના કારણોસર વિશ્ર્વભરમાં દાઉદી વ્હોરા સમાજની મસ્જિદો મદરેસા બંધ હોવાથી વ્હોરા બિરાદરો આજે સાંજે પોત પોતાના ઘેર ઈફતાર અને સાંજના સોશિયલ ડિસ્ટન્સ જાળવી નમાઝ પઢી ઈદે ગદીરે ખુમની શુભેચ્છા પાઠવશે. આજે ઈદ અને શુક્રવાર હોવાથી સમાજમાં ઉત્સાહ બેવડાવ્યો છે.  આજે સૌરાષ્ટ્રના કેટલાંક ગામોમાં નામદાર ડો.સૈયદના સાહેબ તરફથી પ્રસાદરૂપી ભોજનના ટીફીનની વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગરમાં પણ સોની પરિવારએ ટીફીન વ્યવસ્થા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.