Abtak Media Google News

જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ની બીજા ટર્મની ચુંટણી આગામી તા.ર૦ ને બુધવારના રોજ છે ત્યારે કોંગ્રેસના આગેવાનો પ્રમુખ તરીકે પટેલ સમાજ અને ઉપપ્રમુખ તરીકે કોળી સમાજના સભ્યોને પ્રતિનિધિત્વ આપે એમ રાજકીય સુત્ર દ્વારા વિગત સાંપડે છે. અઢી વર્ષ પહેલા જસદણ તાલુકા પંચાયતની ચુંટણી યોજાય જેમાં કોંગ્રેસના ૧૯ ભાજપના ૩ સભ્યો ચુંટાયા હતા.

જેમાં અઢી વર્ષ ની પ્રથમ ટર્મમાં પ્રમુખ તરીકે કોળી સમાજને પ્રતિનિધિ બનાવાયા બાદ આ ટર્મમાં પટેલ સમાજને સ્થાન આપવામાં આવશે. ત્યારબાદ કારોબારી ચેરમેન તરીકે ઇતર સમાજમાંથી સ્થાન અપાશે. ત્યારે આ પગલું સમતોલ રહેશે કે પછી અસંતોષ રહેશે જે આવનારો સમય જ બતાવશે. જો કે આ બાબતે કોંગ્રેસના આગેવાનોએ સેન્સ અને મીટીંગ યોજી હતી. પણ કેટલાક સભ્યો આ પ્રક્રિયાને માત્ર નાટક બતાવે છે. અને એમ પણ કહે છે કે આવું નાટક ભાજપએ પાલિકામાં ભજવ્યું તે સમાચારની હજુ શાહી સુકાય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.