Abtak Media Google News

જસદણના લીલાપુર રોડ ખાતે આવેલ ભાજપના અગ્રણી ગોવિંદભાઈ પાનસુરીયાની રઘુકુળ જીનીંગમાંથી કોઈ તસ્કરો જીનીંગ મીલની મોટરો વજનીયા, પ્લેટો, મોબાઈલ, સીસીટીવી કેમેરા સહિતનો રૂ.૪ લાખથી વધુના મુદામાલની ચોરી ગયાની જસદણ પોલીસમાં જાણ થતા આજે શનિવારે સાંજે પોલીસ કાફલો જીનીંગ મીલમાં પહોંચી જઈ તસ્કરોનું પગેરૂ મેળવવા તજવીજ હાથધરી છે. જસદણથી આઠ કિલોમીટર દુર વિંછીયા રોડ પર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ગોવિંદભાઈનું રઘુકુળ જીનીંગ આવેલ છે તે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોય એટલે શનિવારે ગોવિંદભાઈ બપોરે ઓફિસ તરફ જતા હતા ત્યારે ઓફિસમાંથી સીસીટીવી કેમેરા બોકસ, મોબાઈલ, ઓફિસના ખાના તોડી કાઢી ગયા બાદ સામેના ભાગમાં જીનીંગમાં ૨૦ ઈલેકટ્રીક મોટરો, પ્લેટો, વજનીયા સહિતનો મુદામાલ ચોરી ગયાની જાણ જસદણ પોલીસને કરતા પોલીસે તપાસ કરી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.