Abtak Media Google News

મજુરી કામ કરી પેટીયુ રળતા કોળી પરીવાર પર આભ ફાટયું: મહિલાનો બચાવ

જસદણમાં રવિવારે વહેલી સવારે એક કાળમુખી એસ.ટી.એ ત્રિપલ સવારી બાઈકને અડફેટે લેતા પિતા પુત્રનું મૃત્યુ નિપજતા કોળી સમાજમાં ઉંડા શોકની લાગણી છવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જસદણના લોહીયાનગરમાં રહેતા મજુરી કામ કરી પોતાનું પેટીયુ રળતા ડાયાભાઈ પોપટભાઈ મકવાણા (ઉ.વ.૪૦) નિત્યક્રમ મુજબ પોતાના પુત્રને લઈ જસદણમાં આંટો મારવા નીકળ્યા હતા. રવિવારે વહેલી સવારે તેઓ પોતાનું બાઈક નંબર જી.જે.૦૩ જે.ડી.૭૧૫૫ લઈને નીકળ્યા ત્યારે તેમની માતાને દર્શન કરવા મંદિર જતા ત્યારે મૃતક ડાયાભાઈએ પોતાની માતાને મંદિર ઉતારવાનું કહી બેસાડયા.

આ ત્રિપલ સવારી બાઈક લોહીયાનગરથી શહેરના જુના બસ સ્ટેન્ડે આવતા સામેથી આવતી જસદણ-રાજકોટ રૂટની એસ.ટી.નંબર જી.જે.૧૮ વાય ૮૨૪૭એ અડફેટે લઈ ૪૦ ફુટ જેટલું અંતર ઢસડી પછી બ્રેક મારતા ત્યાં સ્થળ પર ડાયાભાઈ પોપટભાઈ મકવાણા (ઉ.વ.૪૦) તેમનો પુત્ર દિવ્યેશ ડાયાભાઈ (ઉ.વ.૬)નું સ્થળ પર કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.

આ વહેલી સવારે બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા અને સારવાર મળે તે પહેલા બંને પિતા-પુત્રના મોત થયા હતા અને તેમની પાછળ બેઠેલા તેમની માતા સવિતાબેન પોપટભાઈ મકવાણાને હાથ પગમાં ઈજા થતા તેમને પ્રથમ જસદણ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આમ માતાની નજર સામે પુત્ર અને પૌત્રનું મોત થતા મકવાણા પરીવારમાં આભ ફાંટે એવી સ્થિતિ નિર્માણ થઈ હતી. હાલ સવિતાબેન રાજકોટ હોસ્પિટલમાં છે. સુત્રોના જણાવ્યા મુજબ જસદણ-રાજકોટ એસ.ટી.‚ટ આમ તો દરરોજ ડેપોથી ઉપડે છે પણ આ બસનો લાભ વધુ લોકોને મળે તે માટે જુના બસ સ્ટેન્ડથી બે દિવસથી શરૂ કરવામાં આવી હતી.

અકસ્માત નિહાળનારાઓનું કહેવું છે કે બાઈક ચાલક પોતાની સાઈડમાં જ હતો પણ આ રસ્તામાં રખડતા ઢોરોએ અડીંગો જમાવેલ હોવાથી બસના ચાલકએ ઢોરને તારવવા જતા ફુલ સ્પીડમાં બાઈકને હડફેટે લઈ ૪૦ ફુટ જેટલુ અંતર ઢસડયા હતા. વિધિની વક્રતાએ હતી કે જેનું આજે મૃત્યુ થયું તે દિવ્યેશ નામનો બાળકનો જન્મ મૃતક ડાયાભાઈના લગ્નજીવનના ૨૦ વર્ષ પછી થયો હતો. આથી મૃતક પિતા અને પરીવાર આ બાળકને ખુબ જ લાડ કરતા હતા. પોલીસે એસ.ટી.ના ચાલક વિરુઘ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.