Abtak Media Google News

કુંવરજીભાઈએ કોંગીમાંથી રાજીનામું આપતા અને ભાજપમાં પ્રવેશથી ખાલી પડેલી બેઠકની ચુંટણી

જસદણમાં આગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને આજે સોમવારે ઉમેદવાર અને ચુંટણીનું જાહેરનામું બહાર પડે તે અંગે અટકળો સેવાઈ રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં કુંવરજીભાઈના પ્રવેશ બાદ ખાલી જગ્યા પડેલી છે તે અંગે આજે સાંજ સુધીમાં જાહેરનામું બહાર પડે તે બાદ કોંગ્રેસમાંથી ભોળાભાઈ ગોહિલ અને અવસરભાઈ નાકીયાનું નામ બોલાઈ રહ્યું છે. ભાજપમાંથી કુંવરજીભાઈની સામે જો કોંગ્રેસ ભોળાભાઈને મુકે તો કુંવરજીભાઈના વળતા પાણી થાય તેવી શકયતા રાજકીય લોકો જોઈ રહ્યા છે.

ભોળાભાઈ ગોહેલ અને અવસરભાઈ નાકીયા કોળી સમાજની સાથે અન્ય સમાજમાં રૂબરૂ પ્રભુત્વ ધરાવે છે. આજે સાંજ સુધીમાં જો જાહેરનામું બહાર પડે તો કેટલાય રાજકીય ડિઝાઈનરો પોતાની ભૂમિકા ભજવવા મેદાનમાં આવશે. આ ચુંટણી બંને પક્ષો માટે પ્રતિષ્ઠા સમાન છે ત્યારે અપક્ષો પણ ઘણા હશે. આજે જાહેરનામા અને કોંગ્રેસના ઉમેદવાર અંગે રાજકીય પક્ષોમાં મીટ મંડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.