Abtak Media Google News

જસદણ શહેર તેમજ જસદણ શહેરની આજુબાજુના ગામડાઓમાંથી આવી જસદણ આટકોટ રોડ પર આવેલ કોઠારી ડાયમંડ ઈન્ડ પ્રા.લી. માં  રત્નકલાકારો હિરાધસવાનુ કામ કરે છે તેવું સાકરીયા ભુપતભાઈ જણાવ્યું હતું અને દર મહિને મજૂરીકામ ની રકમ માંથી પીએફની રકમ કાપવામાં આવે છે  તે રકમની રસીદ આપવામાં આવતી નથી અને જે રસીદ આપવામાં આવે છે તે જે પીએફની રકમ કાપવામાં આવે છે તેનાથી અડધી રકમની પહોંચ આપવામાં આવે છે આપ રીતેે રત્નકલાકારોનું આ કંપની દ્વારા શોષણ કરવામાં આવે છે આ બાબતે યોગ્ય ન્યાય મળે તે માટે ૭૦ થી વધારે રત્નકલાકારોએ જસદણ તાલુકા સેવાસદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું.

આ અંગે રત્નકલાકારો જણાવ્યું હતું કે વર્ષના અંતે જે બોનસ આપવામાં આવી છે તે બોનસની રકમ દર માસે મજૂરીની રકમમાંથી એકસ્ટ્રા બતાવીને અમારી મજૂરીમાંથી કાપી લેવામાં આવે છે અને જે બધી રકમ ભેગી કરીને વષેના અંતે ૧૦૦૦ રૂપિયા ઉમેરીને બોનસ આપવામાં   આવતુ હોવાનુ રજૂઆતના અંતે જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.