Abtak Media Google News

જાપાનના સાઉથ આઇલેન્ડ હોક્કાઇડોમાં આજે ગુરૂવારે વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકાઓ આવ્યા હતા. ભૂકંપની રેક્ટર સ્કેલ પર તીવ્રતા 6.7 માપવામાં આવી છે. આ ઘટનામાં 9 લોકોનાં મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો જખમી થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, હોક્કાઇડોમાં ભૂકંપ બાદ ભૂસ્ખલનથી ઘરોને નુકસાન પહોંચ્યું છે અને 20થી વધુ લોકો ગુમ છે.

ભૂકંપ બાદ વીજ પુરવઠો ખોરવાયો

– અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર હોક્કાઇડોના મુખ્ય શહેર સપ્પોરોથી 68 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં હતું.
– ભૂકંપ બાદ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. સરકારી ટીવી એનએચકે રિપોર્ટમાં અત્સુમી શહેરની પાસે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન બાદ 10 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ટ્રેન સર્વિસ અટકાવવામાં આવી, એરપોર્ટ પણ બંધ

– હોક્કાઇડો વિસ્તારમાં મેટ્રો સર્વિસ પણ પ્રભાવિત થઇ. ભૂકંપથી હોક્કાઇડો અને ન્યૂ ચિટોસ એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યું છે.
– આ બંને એરપોર્ટ પર ગુરૂવારે ઓપરેશન બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

જેબી તોફાનથી થયાં 10નાં મોત

– જાપાનમાં મંગળવારે જેબી વાવાઝોડાંથી ભારે વિનાશ સર્જાયો છે. આ જાપાનમાં 25 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું હતું.
– તેમાં 10 લોકોનાં મોત થયા હતા અને 150થી વધુ લોકો જખમી થયા છે. આ વાવાઝોડાંતી 12 લાખ લોકો પ્રભાવિત થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.