Abtak Media Google News

પ્રવાસ કરો ને નાણા મેળવો !!

પ્રવાસનો અડધો ખર્ચ સરકાર ભોગવશે ; ૧૮૨ કરોડ ફાળવ્યા

તમને ફરવું ગમતુ હોય અને દેશ વિદેશ ફરવાના શોખીન હોતો પ્રવાસ કરવા માટે તૈયાર થઈ જાવ જાપાને પ્રવાસન વિકાસ માટે ૧૮૨ કરોડ ડોલરની સહાયની જાહેરાત કરી છે. જાપાનનો પ્રવાસ કરનારને અડધો અડધ ખર્ચ આપવાની જાહેરાત કરી છે. લોકડાઉન ખૂલ્યા બાદ જ આ જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાના સમયમાં આખા વિશ્ર્વમાં પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. લોકડાઉનનાં કારણે લોકો પોતાના ઘરોમાં કેદ છે. અને પ્રવાસ કે મુસાફરી માટે પ્રતિબંધ છે. અથવા લોકો જ બહાર નીકળતા નથી. આવા સમય જાપાને પ્રવાસીઓને આકર્ષવા માટે ખાસ પેકેજ જાહેર કર્યું છે.

જાપાન સરકારે પ્રવાસીઓને આકર્ષવા માટે ૧૮૨ કરોડ ડોલરનું ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. આયોજન મુજબ સરકાર પ્રવાસીઓને પ્રવાસન ખર્ચના અડધા નાણાં આપશે એટલે કેમાત્ર અડધા ખર્ચમાં જ પ્રવાસ કરી શકાશે.

જાપાનની પ્રવાસન એજન્સીના પ્રમુખ હીરોશી તબાતાએ જણાવ્યું કે અમને આશા છે કે અમારા આ પગલાથી લોકોને માત્ર અડધા ખર્ચમાં જ પ્રવાસ કરવા મળશે જોકે આ અંગે હજુ વધુ જાણકારી અપાઈ નથી.

ધ જાપાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ સરકાર કહે છેકે આ નવી યોજના જુલાઈ સુધીમાં ચાલુ થઈ શકે છે. તમને એ જણાવીએ કે અત્યારે જાપાનમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ છે.

વડાપ્રધાન શિમગે આબેએ સોમવારે દેશમાંથી કટોકટી હટાવી તે સમયે જ આ યોજના જાહેર કરવામાં આવી છે.

લોકડાઉનના કારણે હાલ જાપાનમા લોકો પોતાના ઘરેથી જ કામ કરી રહ્યા છે. અને શાળાઓ પણ બંધ છે.

જાપાનમાં અત્યાર સુધીમાં ૧૬૬૨૮થી વધુ કોરોનાના કેસ બહાર આવ્યા છે. અને અત્યાર સુધીમાં દેમાં ૮૫૧ લોકોના કોરોનાથી મોત થયા છે. વડાપ્રધાન આબેરે દેશમાંથી કટોકટી ઉઠાવતા જણાવ્યું હતુ કે કટોકટી હટાવાઈ તેનો અર્થ એ નથી કે દેશમાંથી કોરોનાની મહામારી ખતમ થઈ ગઈ છે. જોકે તેમણે કોરોના પર જાપાનની સફળતા બતાવવા જ આ કોશિષ કરી હોવાનું જણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.