Abtak Media Google News

દિલધડક મેચમાં એનેગલે બાહુબલી પોલેન્ડને કચડયું

ઈજીપ્તને કચડી રશિયાએ બીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું

વિશ્વ રેન્કિંગમાં ૬૧માં સ્થાનની ટીમ જાપાને વર્લ્ડકપમાં કોલંબિયાને ૨-૧ થી હરાવી ઈતિહાસ રચ્યો છે. આ જીત બાદ જાપાન અમેરિકન ટીમોને હરાવવામાં પ્રથમ એશિયન ટીમ બની છે કે જેણે વર્લ્ડકપમાં કોઈ લેટીન અમેરિકન ટીમને હંફાવી હોય જોકે આ મેચ ખુબ જ રોમાંચક રહ્યો હતો અને આ પછીની મેચની ૯૩મી મિનીટે યુવા ઓસાકોએ ગોલ ફટકારી જાપાનને ૨-૧ થી સરસાઈ અપાવી હતી. કોલંબિયાની ટીમને આ મેચમાં જીતની દાવેદાર માનવામાં આવતી હતી. જોકે તેના મિડફોલ્ડરે ત્રણ મિનિટ જાણી જોઈને જ હેડ કરવા માટે રેડ કાર્ડ બતાવ્યું હતું.

જે વર્લ્ડ કપના ઈતિહાસનું બીજી સૌથી ઝડપી રેડ કાર્ડ છે. જોકે હકિકતમાં બહાર થઈ જતા કોલંમ્બીયાએ ૧૦ ખેલાડીઓ સાથે જ મુકાબલો કરવો પડયો હતો. જાપાને મેચની શરૂઆતમાં જ મળેલી પેનલ્ટી કીકનો ફાયદો ઉઠાવતા શીન્જી કાગવાએ ગોલ ફટકાર્યો હતો. આ સાથે જ કોલંબિયા પાછળ રહી ગયું હતું.

જોકે કોલંબિયાની ટીમના સ્ટાર સ્ટ્રાઈકર જેમ્સ રેડ્રીગ્યુઝને ઈજા થતા તે મેચ રમી શકયા ન હતા અને તેનો ફાયદો ઉઠાવી જાપાને કોલંબિયન ટીમ પર પ્રહારો શરૂ રાખ્યા અને સ્ટારની ગેરહાજરીનો લાભ લઈ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ સાથે જ કોલંબિયાએ બરોબરી મેળવી હતી અને હાઈ ટાઈન સુધી આ સ્કોર જળવાઈ રહ્યો હતો.

જે પછી બીજા હાફમાં વધુ સારી તૈયારી સાથે ઉતરેલા જાપાનને ૭૩મી મિનિટે યુવા ઓસાકોના ગોલના સહારે સરસાઈ મળી હતી. આ વર્લ્ડકપમાં આફ્રિકન ટીમને હરાવનારી પ્રથમ ટીમ સેનેગલ બની છે. પોલેન્ડને ૨-૧થી હરાવીને યુરોપને વિજય અપાવી છે. પોલેન્ડને બાહુબલી ટીમ કહેવામાં આવે છે કારણકે તે હંમેશા જીતે છે.

દિલધડક મેચમાં ગોલકિપર વોજચીંચ સઝેસ્નીએ એમ બેય નિયાંગને એક કલાકમાં ખાલી નેટમાં ગોલ કરવાની પરવાનગી આપતા ૮૬મી મિનિટથી જ પોલેન્ડ લિડ પર હતી પરંતુ અંતે સેનેગરે બાજી મારી હતી.

૧૯૬૬ના ચેમ્પિયન ઈંગ્લેન્ડે વર્લ્ડકપમાં જીત સાથે શરૂઆત કરી હતી. તેણે સોમવારે ગ્રુપ જીના મુકાબલામાં ટયુનિશિયાને ૨-૧ થી હરાવ્યું હતું. બંને ટીમ પ્રથમ હાફમાં ૧-૧ થી બરાબરી પર હતી પણ સુકાની હેરી કેને પ્રથમ હાફની જેમ બીજા હાફમાં પણ ગોલ કરી ઈંગ્લેન્ડને જીત અપાવી હતી. ૨૦૧૮ વર્લ્ડકપની પ્રથમ મેચમાં ૩૫ ગોલ થયા છે. જેમાં સૌથી વધુ ૮ ગોલ ૩૬મી મીનીટ પછી થયા હતા.

સેનેગલે પોલેન્ડને ૨-૧ થી હરાવ્યું હતું. મેચની ૩૫મી મિનિટે ફાઈલ વાકરના ફાઉલથી ટયુનિશિયાને પેનલ્ટી મળી હતી. જોકે નિર્ધારીત સમય સુધી સ્કોર બરાબરીનો રહ્યો હતો પરંતુ હેરી કેને ઈંજરી ટાઈમમાં કોર્નર કિક પર શાનદાર હેડર લગાવતા ગોલ કરીને ઈંગ્લેન્ડને જીત અપાવી હતી.

જો ૨૦૧૪ના ફિફા વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો ૬૪ મેચમાં ફ્રી કિકથી ત્રણ ગોલ થયા હતા ત્યારે આ વખતે ૧૫ મેચમાં જ ચાર ગોલ થઈ ગયા. વર્લ્ડકપમાં અણધાર્યા પરિણામો સાથેની ટીમો ઝળહળી રહી છે ત્યારે ઈજીપ્તને કચડી રશિયાએ બીજા રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.