જસદણ પેટાચુંટણીમાં લાંચની ઓફરમાં કોંગીના ધારાસભ્ય સહિત બે સામે નોંધાતો ગુનો

227

પાંચવડામાં કોંગ્રેસની મિટીંગ કરાવવાપૂર્વ સરપંચને રૂ.૨૫ હજાર આપવાનું કહી ધમકી દીધાનો આક્ષેપ

જસદણની પેટાચુંટણીનો જંગ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. જસદણમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ૨૫ હજારની લાલચનો ઓડિયો વાઈરલ થતા પાંચવડાના પૂર્વ સરપંચ દ્વારા ચુંટણી કમિશનરને લેખિત રજુઆત કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જસદણ વિધાનસભાની પેટાચુંટણીઓ જંગ પરાકાષ્ટાએ પહોંચ્યો છે ત્યારે જસદણ કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઈના ચુંટણી એજન્ટ ગજેન્દ્રભાઈ રામાણી તેમજ કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ કગથરા દ્વારા જસદણ તાલુકાના પાંચવડાગામના પૂર્વ સરપંચ મધુભાઈ ટાઢાણીને ફોન કરીને રૂપિયા પચીસ હજાર આપવાની અને પાંચવડામાં કોંગ્રેસની મીટીંગ કરાવવાની વાતનો ઓડિયો જસદણ વિસ્તારમાં વાઈરલ થયો છે. આ અંગે પાંચવડાનાપૂર્વ સરપંચ અને જસદણ તાલુકા યુવ ભાજપના પૂર્વ પ્રમુખ મધુભાઈએ ચુંટણીપંચને લેખિત ફરિયાદકરી છે. જસદણ પંથકમાં આ ઓડિયો કિલપને લઈને વાતાવરણમાં ગરમાવોઆવ્યો છે. જસદણમાં છેલ્લા દિવસે પ્રચાર માટે જાત-જાતની ગતિવિધીઓ હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષેથી ચુંટણીપંચ સમક્ષ કેટલીક ફરિયાદો પણ થઈ હતી. જાહેરસભા તેમજ રેલીઓમાં આક્ષેપ બાજીઓ અને પ્રતિઆક્ષેપ બાજીઓ ચાલુ રહેતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. જસદણ પોલીસે પાંચવડાના મધુભાઈ રમેશભાઈ ટાઢાણીની ફરિયાદ પરથી ટંકારા મત વિસ્તારનાધારાસભ્ય લલિતભાઈ કગથરા અને જસદણના ગજેન્દ્રભાઈ રામાણી સામે રૂ.૨૫ હજારનુંપ્રલોભન આપી ચુંટણી અંગે હકક મુકતપણે ભોગવવાના અધિકારમાં દખલગીરી કરી ખુનની ધમકી દીધાઅંગેનો ગુનો નોંધી પી.આઈ એ.બી.પટેલ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

Loading...