Abtak Media Google News

જસદણ માર્કેટયાર્ડના અનેક વેપારીઓ ખેડુતો પાસેથી મગફળી સસ્તા ભાવે ખરીદી સરકાર દ્વારા ટેકાના ભાવે વેચવાનું જબરજસ્ત કૌભાંડ લાંબા સમયથી ચાલુ છે. આ અંગે મિડીયા કર્મીઓએ અનેકવાર આ બાબતને પ્રકાશિત કરી છે પણ આ સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે વિપક્ષના સભ્યોએ જણાવ્યુંકે, જસદણ માર્કેટયાર્ડ ખેડુતો માટે એક કતલખાના જેવું બની રહ્યું છે. તેમણે જણાવ્યું કે હાલ મગફળીની સીઝન છે.

આમ દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય એટલે ખેડુતો ટેકાના ભાવે વેચવાના બદલે તાત્કાલિક નાણા છુટા થાય તે માટે માર્કેટયાર્ડમાં વેંચી રહ્યા છે ત્યારે વેપારીઓ દ્વારા મફતના ભાવે ખરીદાયેલી મગફળી, વેપારીઓ સરકાર દ્વારા ખરીદાતો મગફળીમાં વેચી એક મણે ૩૦૦ થી ૪૦૦ રૂપિયા જેવડો તગડો નફો રળવાનું કાર્ય કરી રહ્યો છે અને જે ખરેખર ખેડુત છે તેને લાઈનમાં ઉભું રહેવું પડે છે.

વધુમાં ઉમેર્યું કે જસદણની તમામ કચેરી જેવી ગેરરીતિ જસદણના જુના માર્કેટયાર્ડમાં થઈ રહી છે પરંતુ વેપારીઓ સાથે તંત્રની મિલીભગત હોવાથી અનેક કૌભાંડકારીઓનો વાળ પણ વાંકો થયો નથી ત્યારે રાજયની સરકારનું નાક સાથે હોઠ પણ કાપતા વેપારીઆે અને તંત્રના મિલી ભગતો પર કયારે પગલા ભરવામાં આવશે ? તે આવનારો સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.