જન્માષ્ટમી સમિતિ દ્વારા બાળકો માટે વિનામુલ્યે રંગપુરણી હરીફાઈનું આયોજન

કોરોના સાવધાની સાથે હર્ષોલ્લાસથી રામમંદિર પ્રારંભ પુજન દિવસ મનાવવા વિહિપની હાકલ

વિશ્વ હિન્દુ પરીષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ-૨૦૨૦ દ્વારા દર વર્ષની આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાર્ગી સ્કુલના રમાબેન હેરભાના ક્ધવીનરપદે બાળકો માટે રંગપુરણી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. વિનામુલ્યે યોજાનાર આ સ્પર્ધામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી ઘેરથી જ બાળકો ભાગ લઈ શકશે. ઓનલાઈન સ્પર્ધામાં ધોરણ ૧ થી ૭ સુધીના બાળકો કૃષ્ણ ભગવાનનું કોઈ એક સ્વ‚પ અથવા લીલા દર્શાવતું ચિત્રની પ્રિન્ટ આઉટ લઈ તેમાં રંગ પુરી શકશે અને વધુમાં વધુ એક મિનિટનો વિડીયો બનાવવાનો રહેશે અને તેમાં બાળકે પોતાના સ્વરમાં ચિત્રને અનુ‚પ કૃષ્ણ ભગવાન ઉપર ઓછામાં ઓછુ એક વાકય બોલવું ફરજીયાત છે. તા.૨ થી ૮ સુધીમાં તૈયાર થયેલ ચિત્રો મોકલી શકાશે. તેમજ સ્૫ર્ધા અંગેની વધુ વિગત માટે રમાબેન હેરભા મો.૯૮૨૫૫ ૯૦૨૧૩, વનરાજભાઈ ચાવડા મો.૯૩૨૮૬ ૮૩૮૮૩નો સંપર્ક કરવા જન્માષ્ટમી સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આગામી ૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંતો, મહંતો સહિતના ગણમાન્ય મહાનુભાવો પૂજનવિધિ થશે ત્યારે આપણે પણ કોરોના સાવધાની સાથે હર્ષોલ્લાસથી રામમંદિર પ્રારંભ પૂજન દિવસને મનાવીએ તેવી વિહિપ દ્વારા હાંકલ કરવામાં આવી છે.

Loading...