Abtak Media Google News

મુકેશે ૧૩૦૦ થી વધુ ગીતો ગાયા, સંગીતકાર શંકર-જયકીશન અને કલ્યાણજી-આણંદજી સાથે સૌથી વધુ ગીતો ગાયા હતા: રાજકપૂરનો તો આત્માનો અવાજ બની ગયા હતા,તેમના દર્દીલા ગીતોથી અમર થઇ ગયા હતા, તેમણે ઘણી ફિલ્મોમાં નાયક તરીકે પણ કામ કર્યુ હતું

હિન્દી ફિલ્મ જગતના મહાન ગાયક મુકેશજી જાુના ગીતોના ચાહકોના હ્રદયમાં બિરાજમાન છે. અમર ગાયક – દર્દીલા ગાયકના સુમધુર અવિસ્મરણીય ગીતો લોકો આજે પણ દિલથી ગાય છે. રર જુલાઇ ૧૯૨૩માં દિલ્હી ખાતે મુકેશચંદ માથુરનો જન્મ થયો, તેમના પિતા એન્જીનીયર હતા. દશ-ભાઇબેનનાં પરિવારમાં બેનને સંગીત શિક્ષક ભણાવવા આવતા ત્યારથી મુકેશજીને સંગીતનો લગાવ લાગ્યો, ધો. ૧૦ પછી સ્કુલ છોડીને કામ શરૂ કર્યુ દિલ્હીમાં વોઇસ રેર્કોડીંગ કામ પણ કર્યુ સાથે સાથે પોતાની ગાયનું અને વાદ્ય વિદ્યા પણ શિખવાનું શરૂ કર્યુ.

મુકેશચંદ માથુર હવે મુકેશ નામથી ગાવાનું શરૂ કરવાનું નકકી કર્યુ, બનનાં લગ્ન પ્રસંગે ગીત ગાતા મુકેશને તેમના દૂરનાં સગા ‘મોતીલાલ’ જોઇ ગયા, મોતીલાલ ત્યારે ફિલ્મોમાં કામ કરતા હતા. તેણે મુકેશને મુંબઇ લાવ્યાને સંગીતની તાલિમ આપી. મુકેશ ૧૯૪૧માં નિર્દોષ ફિલ્મમાં અભિનેતા ગાયકના રૂપમાં કામ કર્યુ. પ્રથમ ગીત હતું ‘દિલ હી બુજા હુઆ હૈ’ ચાર વર્ષ બાદ ૧૯૪૫માં ફિલ્મ પહેલી નજરમાં મોતીલાલ માટે ‘દિલ જલતા હૈ જલને દે’ગાયુ જેમાં વિખ્યાત સંગીતકાર અનિલ વિશ્ર્વાસે સંગીત આપ્યું.

મૂકેશના ગુજરાતી ફિલ્મીગીતો

  • નજર ના જામ છલકાવી…..
  • જો બેની વિના ભાઇ…..
  • સજન મારી પ્રિતડી સદીયો પૂરાની…..
  • નૈન નૈન મળે જયાં છાના…..
  • ગગન તો મસ્ત છે…..
  • બોલો પ ફ બ ભમ …..
  • તુ મને ગમે કે ના ગમે….
  • આવો રે… આવો રે ઓ ચિતડુ ચોરી જાનારા…

મુકેશજી કે.એલ. સાયગલના પ્રશંસક હતા. શરૂના ગીતો સાયગલની નકલ જેવા લાગતા હતા. સંગીતકાર નૌશાદની મદદથી ગાયન શૈલી બનાવી પછી ‘અંદાજ’ ફિલ્મથી મુકેશજી ચમકી ગયા, સાયકલ શૈલીમાંથી બહાર નીકળી ઓરીજીનલ મુકેશ શૈલીમાં આવી ગયા. અંદાજમાં દિલીપકુમાર માટે મુકેશે અને રાજકપૂર માટે રફીએ ગીત સ્વર આપ્યો આ ગાળામાં અનોખી અદા (૧૯૪૮), મેલા (૧૯૪૮), અંદાજ (૧૯૪૯) પછી તો યહુદી – મધુમતી જેવી ફિલ્મોમાં આ મકાન ગાયક મુકેશજીનો સિતારો ચમકયો.

પછી શરૂ થઇ રાજકૂપર સાથેની વાત બરસાત, આવારા, શ્રી ૪ર૦ જેવી અનેક ફિલ્મોને કારણે તે રાજકપૂરની આવાજ બની ગયા. રાજકપૂર પણ કહેતા મુકેશ મારો આત્મા છે.

શંકર જયકિશન સાથે ૧૪૩ જેટલા અને કલ્યાણજી આણંદજી સાથે ૧૦૦ થી વધુ ગીતો મુકેશજીએ ગાયા હતા. ૧૯૪૭માં ‘રજની ગંધા’ ફિલ્મ માટે ‘કહી બાર યુ કી દેખા હે’ગીત માટે શ્રેષ્ઠ ગાયકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

ફિલ્મ અનાડી માં સબ કુછ શીખા હમને તથા બેઇમાનના ગીત અને ‘કભી-કભી’ફિલ્મના ગીત માટે એવોર્ડ મળ્યો હતો. તેણે ૧૩૦૦ થી વધુ ગીતો ગાયને ગીત રસીયાના હ્રદયમાં રાજ કરીને અમર થઇ ગયા, તેના સક્રિય ગાયન વર્ષો ૧૯૪૦ થી ૧૯૭૬ રહ્યા. તેમના પત્ની સરલાગૌરી હતા. નીતિન મુકેશ, તેમનો પુત્ર પણ ગાયન ક્ષેત્રે આવેલ પણ બહુ  જાજુ કરી ન શકયો તેમનો પુત્ર નિલ નિતીન મુકેશ હિન્દી ફિલ્મ અભિનેતા છે.

મુકેશે રાજકપૂર, મનોજકુમાર, સુનિલ દત્ત, દિલીપકુમાર, ફિરોજખાન જેવા અસંખ્ય કલાકારોને પોતાના સ્વરથી ગીતોને અમર કર્યા, મુકેશજીની સાચી જોડી આર.કે. ની ટીમ હતી જેમાં ગીતકાર હસરત, શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન  કલાકાર રાજકપૂર હતા. જેમની સાથે બહુ જ કામ કર્યુ.

મુકેશના ટોપ-ર૦ હિન્દી ફિલ્મી ગીતો

  • દિલ જલતા હૈ તો જલને દો…. પહેલી નઝર
  • મુજે રાત દિન યે ખ્યાલ હૈ….. ઉમર કૈદ
  • તૂ કહે અગર જીવન ભર… અંદાજ
  • ગાયેજા ગીત મિલન કે…. મેલા
  • સજન રે જાુઠ મત બોલો…. તીસરી કસમ
  • જાને કર્હા ગયે વો દિન…. મેરા નામ જોકર
  • કભી કભી મેરે દિલ મે…. મેરા નામ જોકર
  • વફા જીનસે કી બેવફા…. પ્યાર સાગર
  • ભૂલી હુઇ યાદો…. સંજોગ
  • દોસ્ત દોસ્ત ના રહા…. સંગમ
  • સબ કુછ સીખા હમને…. અનાડી
  • મેરા જાુતા હે જાપની…. શ્રી ૪ર૦
  • હોઠો પે સચ્ચાઇ રહતી હૈ…. જીસ દેશ મે ગંગા બહતી હે
  • યે મેરા દિવાના પન હૈ….. યહૂદી
  • મુબારક હો સબકો…. મિલન
  • જુર્બા પે દર્દ ભરી દાસ્તા…. મિલન
  • હમ છોડ ચલે હે મહફિલ કો…. જી ચાહતા હૈ
  • કહો બાર યુ હી દેખા હે… રજની ગંધા
  • જો તુમ કો હો પસંદ….. સફર
  • કોઇ જબ તુમ્હારા હ્રદય તોડ દે….. પૂરબ ઔર પશ્ચિમ

મુકેશને અભિનેતા બનવાનો બહુ શોખ હતો. એથી નિર્દોષમાં નલીની જયવંત સાથે હિરો બન્યા, ‘આહ’ ફિલ્માં પણ નાનો રોલ કર્યો, ૧૯૫૩માં ‘માશુકા’ ફિલ્મમાં નાયક તરીકે કામ કર્યુ. સુરૈયા સાથે તેમણે અનુરાગ ફિલ્મમાં અને ૧૯૫૧માં મલ્હાર ફિલ્મનું નિર્માણ પણ કર્યુ ર૭ ઓગષ્ટ ૧૯૭૬ ડેટ્રોઇટ અમેરિકામાં ચાલુ સંગીતના શોમાં તબિયત લથડીને દુ:ખદ અવસાન થયું ત્યારે લત્તાજી- નિતિન મુકેશ પણ સાથે હતા જેમણે બાકીના કાર્યક્રમ પૂર્ણ કર્યો તેમણે ૧૯૮૦માં સત્યમ શિવમ સુંદરમ ફિલ્મ માટે તેમણે અંતિમ ગીત ગાયું.

હિન્દી ફિલ્મો સાથે અન્યો ભાષામાં સુંદર ગીતો ગાયા, આપણી ગુજરાતી ભાષામાં ગેર ફિલ્મી ગીતો સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ ઘણા ગીતો ગાયા છે. જેમાં ‘નજરના જામ છલકાવીને ’ખુબ જ પ્રસિઘ્ધ થયું હતું. સુંદરકાંડમાં પણ સ્વર આપીને હનુમાનજીના ભકતોને ખુશ કર્યા હતા. તેમનો સરલ સ્વભાવ, મિલનસારને કારણે તમામને પ્રિય થયા હતા. નાના લોકોને બધી જ મદદ કરતા હતા.મુકેશજીએ ગાયેલા ગીતોની હિટ ફિલ્મોની ગણના કરીએ તો ‘મેરા નામ જોકર’, આવારા, બરસાત, શ્રી૪ર૦, અનાડી, સંગમ, આગ, અંદાજ, જીસ દેશ મે ગંગા બહતી હૈ, પરવરિશ, છલીયા, આશિક, દિલ હી તો કે, પારસમણી, તિસરી કસમ, રાત ઔર દીન, આનંદ, ધરમ-કરમ, દિવાના, મિલન, દેવર, રાની રૂપમતી, મધુમતિ, વિશ્ર્વાસ, સસુરાલ, રજની ગંધા જેવી હિટ ફિલ્મોનાં સુંદર ગીતો ગાયા હતા.

તેમના અવસાનનાં સમાચાર સાંભળી રાજકપૂર ધ્રુસકે ધ્રૂસકે રડતા રડતા બોલ્યા કે ‘મે ને અપની આવાજ ખોદી હૈ’

ગૈર ફિલ્મી ગીત

  • એ તને જાતા જોઇ પનઘટની વાટે….
  • ચાલ્યા જ કરૂ છું……
  • ઓ નિલગગન ના પંખેરૂ…
  • પંખીડા ને આ પિંજરૂ જુનુ જુનુ લાગે…..
  • મારા ભોળા દિલનો શિકાર કરીને…..
  • આપણે સૌને હરતા હરતા……
  • હવે પ્રભુ અવતાર લ્યો….
  • ભમરા સરખુ મારૂ મનડું…..
  • મૈત્રી ભાવનું પ્રવિત્ર ઝરણું…..
  • સનમ જો તું બને ગુલ તો…..
  • આનંદ મંગલ કરૂ આરતી…..
  • આવતા જતા જરા…..

રાજકોટ લાઇવ રેડિયો પર રાત્રે ‘એક યાદ મુકેશ કે બાદ’ કાર્યક્રમ

રાજકોટ લાઇવ રેડિયો પરથી રાત્રે ૯.૩૦ કલાકે મુકેશજી જન્મ દિન વિશેષ કાર્યક્રમ ‘એક યાદ મુકેશ કે બાદ’પ્રસારીત થશે. જેમાં મુકેશજીના કર્ણપ્રિય ગીતો કલાકાર ઘનશ્યામ રાવલ રજુ કરશે. કાર્યક્રમ પ્રસ્તુતિ દિનેશ બાલાસરા કરશે. દર સોમ, બુધ, શુક્રવારે રાત્રે જુના ગીતોના કાર્યક્રમ પ્રસારીત થાય છે. જોવા માટે ફેસબુક પેઇજ ‘રાજકોટ લાઇવ રેડિયો’ સર્ચ કરી પેઇજ લાઇક કરવાથી સાંભળવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.