Abtak Media Google News

પાંચ વર્ષથી નીચેના ૧૯૫૫૯૯ બાળકોને રસી આપવા ૯૬૦ રસીકરણ બુથ બનાવાયા: ૯૩૩ રસીકરણની ટીમો તૈયાર.

દેશમાંથી બાળ લકવા નાબુદી માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહયુ છે. આ અભિયાનના સારા પરિણામો મળી રહયા છે. અને દેશમાંથી બાળલકવા નાબુદવાની તૈયારી છે. આ અભિયાનના ભાગરૂપે આગામી તા. ર૮ અને ૧૧ માર્ચ-ર૦૧૮ ના રોજ દેશભરમાં અને રાજકોટ જિલ્લામાં પાંચ વર્ષી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે.

રાજકોટ જિલ્લાનુ આ અંગેનુ આયોજન સંપુર્ણ કરી લેવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના પાંચ વર્ષી નીચેના ૧૯૫૫૯૯ બાળકોને રસી આપવા માટે ૯૬૦ રસીકરણ બુ બનાવવામાં આવેલ છે. ૯૩૩ રસીકરણ ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેકક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તા સ્વંયસેવકો કામગીરી કરશે. અસરકારક સુપરવીઝન માટે ૧૯૯ સુપરવાઈઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે ૨૪૬ મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે. રેલ્વે સ્ટેશન, બસસ્ટેસશન તા મોટી સંખ્યારમાં જયાં લોકો એકત્રિત ાય છે તેવી જગ્યાઓ માટે ૫૧ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.

તા.ર૮ જાન્યુમઆરીના રોજ પ્રમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુ બનાવવામાં આવશે અને ત્યાં પોલિયો વિરોધી રસી દરેક બાળકને આરોગ્ય  ટીમ દ્વારા આપવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય  ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી ની તેની ખાત્રી કરશે.આ અભિયાનને સફળતા મળે તે માટે પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે. પોસ્ટર, બેનર, પત્રિકા, માઇકીંગ, મીટીંગો, વ્યકિતગત મુલાકાત, શિબીરો, ભીંતસુત્રો, કેબલ, રેડીયો, ટી.વી., પ્રેસ મારફત પ્રચાર પ્રસારની કામગીરી ઇ રહી છે. તા. ર૮ અને ૧૧ માર્ચ-ર૦૧૮ના રોજ પોલિયો રવિવારના દિવસે પાંચ વર્ષી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી અપાવવા દરેકને જાહેર અપીલ કરવામાં આવે છે. બાળક સામાન્ય  બિમાર હોય, અગાઉ ગમે એટલીવાર આ રસી લીધી હોય તો પણ આ દિવસે અવશ્યન રસી અપાવવી. જિલ્લા વિકાસ અધિકારી જી.ટી.પંડયાના માર્ગદર્શન નીચે રાજકોટ જિલ્લાની આ કામગીરી મુખ્યા જિલ્લા આરોગ્યઅ અધિકારી ડો.મિતેષ.એન.ભંડેરી, ભોજાણીભાઇ તા તેમની ટીમ સંભાળી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.